સંસદૃની કાર્યવાહી સ્થગિત:રાહુલ ગાંધી નરવણેનું અપ્રકાશિત પુસ્તક લઇન્ો આવ્યા:ભાજપના સાંસદૃ દૃુબ્ોએ ગાંધી પરિવાર-કોંગ્રેસ પરના પુસ્તકો-નોંધો બતાવી
વિપક્ષની મહિલા સાંસદૃોએ વડાપ્રધાનની ખુરશી ઘેરી લીધી
વિપક્ષની મહિલા સાંસદૃોએ વડાપ્રધાન મોદૃીની ખુરશી ઘેરી લીધી:વડાપ્રધાન સાંજે ૫ વાગ્યે આભાર પ્રસ્તાવ પર બોલવાના હતા, ભાષણ ના આપી શક્યા, હોબાળા પર ભાજપનો દૃાવો
વિપક્ષી સાંસદૃોના સતત હોબાળાને કારણે બુધવારે લોકસભાની કાર્યવાહી ૪ વખત સ્થગિત કરવામાં આવી હતી, જે બાદૃ સાંજે ૫ વાગ્યે ગૃહને ગુરુવાર સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરી દૃેવામાં આવ્યું હતું. હોબાળાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીનું સાંજે ૫ વાગ્યે રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પરનું સંબોધન પણ ટળી ગયું હતું.
આ બાબતને લઈને ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપના સાંસદૃ મનોજ તિવારીએ લોકસભાની કાર્યવાહી સ્થગિત થયા બાદૃ આરોપ લગાવ્યો છે કે, વડાપ્રધાન જ્યાં બેસે છે ત્યાં સુધી વિપક્ષના લોકો આવી ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિપક્ષની મહિલા સભ્યોએ ઁસ્ની ખુરશીનો ઘેરાવો કર્યો હતો અને તેમનો ઈરાદૃો વડાપ્રધાન પર હુમલો કરવાનો હતો.
સંસદૃમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાની ઓફિસમાં વિપક્ષ અને ભાજપના સાંસદૃો વચ્ચે દૃલીલો થઈ છે. ઓફિસનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં વિપક્ષના મહિલા સાંસદૃ કેન્દ્રીય સંસદૃીય મંત્રી કિરેન રિજિજુને કંઈક કહેતા જોવા મળી રહૃાા છે.બીજી તરફ, લોકસભામાં ભાજપના સાંસદૃ નિશિકાંત દૃુબેએ ગાંધી પરિવાર અને કોંગ્રેસ પર લખાયેલા પુસ્તકો અને નોટ્સ બતાવ્યા. તેમણે કહૃાું કે આ પુસ્તકોમાં ગાંધી પરિવાર અને કોંગ્રેસ પરિવારની મક્કારી, ગદ્દારી, ભ્રષ્ટાચાર અને અય્યાશીનો ઉલ્લેખ છે.
નિશિકાંતે ક્વોટ કરેલા પુસ્તકોમાં એડવિના એન્ડ નહેરુ, રેમિનિસેન્સ ઓફ ધ નહેરુ એજ, ધ રેડ સાડી, એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર સહિત અન્ય પુસ્તકો અને નોટ્સ બતાવ્યા.
આજે ફરી અધ્યક્ષની ખુરસી તરફ વિપક્ષી સાંસદૃોએ કાગળો ઉડાડ્યા. વિપક્ષના હંગામાને કારણે બપોરે ૨ વાગ્યે શરૂ થયેલી કાર્યવાહી માત્ર ૮ મિનિટ જ ચાલી શકી હતી. લોકસભા સાંજે ૫ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
આ પહેલા ગૃહની કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ગૃહ માત્ર ૫ મિનિટ જ ચાલ્યું હતું. પીએમ મોદૃી પણ સાંજે ૫ વાગ્યે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ગૃહને સંબોધિત કરી શકે છે.
વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે લોકસભામાં અમેરિકા સાથે ટેરિફ ડીલ પર નિવેદૃન આપ્યું હતું.
ગોયલના ભાષણ દૃરમિયાન વિપક્ષી સાંસદૃો હંગામો કરતા રહૃાા. વિપક્ષે (રાહુલ ગાંધી)ને બોલવા દૃો’, નરેન્દ્ર મોદૃી-સરેન્ડર મોદૃી અને ‘ડરતા હૈ ડરતા હૈ નરેન્દ્ર મોદૃી ડરતા હૈના નારા લગાવ્યા. વિપક્ષના હંગામાને કારણે લોકસભા બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.