ગામ લોકો કહે છે ‘આ પ્રલયના સંકેત
હિમાચલ પ્રદેશમાં મનાલી પાસે 6 હજાર ફીટથી વધુની ઉંચાઇ પર આવેલ જગતસુખ ગામમાં એક અજબ-ગજબ ઘટના બની છે, અહીં બરફથી છવાયેલા સ્થળે મોરની જોડીને જોવામાં આવતા સ્થાનિક લોકોમાં આશ્ર્ચર્ય સાથે ભય પણ ફેલાયો છે. લોકોનું માનવું છે કે આ પ્રલયનો સંકેત છે. બીજી બાજુ હવામાન વૈજ્ઞાનિકો કહે છે આ જલવાયુ પરિવર્તનની અસર છે.
સામાન્ય રીતે મોર ગરમ ક્ષેત્રમાં જોવા મળે છે. પણ તે 6000 ફીટ ઉંચાઇ પર આવેલા બરફથી ઢંકાયેલા જંગલમાં મોરની જોડી જોવા મળી હતી. આ દુર્લભ દ્રશ્ય આ નાજુક ઇકોલોજીની અને જલવાયુ પરિવર્તનની અસરથી ચિંતા વધી છે. ગરમ પ્રદેશમાં જોવા મળતા મોર બરફથી છવાયેલા સ્થળે જોવા મળતા જગતસુખ ગામમાં સનસનાટી ફેલાઇ છે. સામાન્ય જન તો ઠીક હવામાન વિજ્ઞાનીઓ અને વન્યજીવ સંરક્ષકોએ પણ આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું છે. જ્યારે ગામના લોકો આ ઘટનાને અજુગતુ બનવા સાથે સાંકળીને પ્રલય સાથે જોડી રહ્યા છે.
જગતસુખના પર વર્ષના બાલકરામ શર્માએ કહ્યું હતું, હું તો દંગ રહી ગયો છું. મને મારી આંખો પર વિશ્ર્વાસ નથી આવતો. કેટલાક ગ્રામીણોએ જણાવ્યું, મોરની આ જોડી ગત વર્ષ ઉનાળામાં આ જંગલમાં આવ્યા હતા. જો કે અગાઉ ખૂબ જ ઓછા દેખાતા હતા. જ્યારે કુલ્લુના વન સંરક્ષક (વન્યજીવ) રાજેશ શર્માએ જણાવ્યું હતું કે અમને કેટલાક દિવસ પહેલા ગ્રામીણો તરફથી મોરની જાણકારી મળી હતી. અમે એક મોરની તપાસ કરી હતી. તે ઘાયલ નહોતો અને તેની ઉડાન સામાન્ય હતી. ગ્રામીણોએ કહ્યું હતું કે મોરની આ જોડી 6 મહિનાથી વધુ સમયથી અહીં રહે છે.