Jai Hind

ભારતીય વૈજ્ઞાનિક વંદૃી વર્માની મોટી સિધ્ધિ

મંગળ ગ્રહ પર ‘નાસાની એઆઇ ડ્રાઇવ સફળ

૨૦૨૫ના ડિસેમ્બરમાં નાસાની પર્સિવેરન્સ રોવરે મંગળ ગ્રહ પર પ્રથમ વખત એઆઈ દ્વારા સ્વતંત્ર રીતે ડ્રાઇવ કરી હતી. સ્પેસ એક્સપ્લોરેશનના ઇતિહાસમાં આ એક મોટી સિદ્ધિ સાબિત થઈ છે. આ સિદ્ધિ પાછળ ભારતીય મૂળની રોબોટિક્સ એક્સપર્ટ વંદૃી વર્મા છે. ભવિષ્યના મિશનોમાં અન્ય ગ્રહો પર મશીનને કેવી રીતે વધુને વધુ એડવાન્સ બનાવવા એ વંદૃીનું કામ છે.
૨૦૨૫ની ૮ અને ૧૦ ડિસેમ્બરે નાસાએ એક રેકોર્ડ બનાવ્યો હતો. નાસાની પર્સિવેરન્સ રોવર દ્વારા મંગળની સપાટી પર જે સફર કરવામાં આવી હતી એ સંપૂર્ણપણે એઆઈ દ્વારા કરવામાં આવી હતી. એમાં કોઈ પણ વ્યક્તિએ ભૂમિકા નહોતી ભજવી. આ ડ્રાઇવ જેઝેરો ક્રેટરના કિનારે થઈ હતી. ત્યાનો વિસ્તાર ખૂબ જ અટપટો અને વૈજ્ઞાનિક રસ ધરાવતો વિસ્તાર છે. આ પ્રથમ વખત હતું જ્યારે કોઈ ગ્રહ પર રોવરે એઆઈ દ્વારા બનાવેલા માર્ગદૃર્શક િંબદૃુઓનો ઉપયોગ કરીને સફર કરી હતી. આ માર્ગને નાસાના ડિજિટલ ટ્વિન સિમ્યુલેશન દ્વારા ચકાસવામાં અને મિશન ટીમ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિ સ્પેસ એક્સપ્લોરેશનમાં એક મોટું પગલું છે. એના દ્વારા પૃથ્વી આધારિત નિયંત્રણ પરની નિર્ભરતા ઘટાડે છે અને દૃૂરના ગ્રહો પર ઝડપી અને વધુ અસરકારક નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થાય છે.
આ ટેક્નોલોજીકલ એડવાન્સમેન્ટ માટે વંદૃી વર્માનો ખૂબ જ મોટો હાથ છે. નાસાના જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં સિનિયર એન્જિનિયર તરીકે તે કામ કરે છે.
વંદૃી વર્માનો જન્મ પંજાબના હલવારા શહેરમાં થયો હતો અને તેઓ ભારતીય વાયુસેનાના પરિવારમાં ઉછર્યા હતા.