Jai Hind

અનિલ અંબાણી કેસમાં સુપ્રીમની સીબીઆઈ અને ઈડીને ફટકાર: કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરો

અનિલ અંબાણી ગ્રુપના બેન્કીંગ કૌભાંડમાં ચાર સપ્તાહમાં ઈડી-સીબીઆઈને જવાબ આપવા સુપ્રીમનો હુકમ

અનિલ ધીરૂભાઈ અંબાણી ગ્રુપની કંપનીઓ સાથે સંકળાયેલા કથિત બેન્કીંગ છેતરપીંડીના કેસમાં તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવાનો આદેશ સીબીઆઈ અને ઈડીને સુપ્રીમ કોર્ટે આપ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતા વાળી બેન્ચમાં ન્યાયમૂર્તિ જોય માલ્યા બાગથી અને ન્યાયમૂર્તિ વિપુલ એમ પંચોલીએ સીબીઆઈ અને ઈડીને ચાર સપ્તાહમાં તાજા સ્ટેટ્સ અને રિપોર્ટ દાખલ કરવાનું કહ્યું છે. બેંચે ટીપ્પણી કરી હતી કે તપાસ શરૂ એજન્સી અગાઉથી જ સમય લગાવી ચૂકી છે. અદાલતે ઈડીને નિર્દેશ આપ્યો હતો કે તે વરિષ્ઠ અધિકારીઓની એક ખાસ ટીમની રચના કરીને એડીજીએ અન્ય સંબંધીત પક્ષોની તપાસ કરે.
સાથે સાથે અનિલ અંબાણી અને એડીએજી તરફથી વરિષ્ઠ વકીલો પૈકી મુકુલ રસ્તોગી અને શ્યામ દિવાનની પ્રસ્તુતિનું સંજ્ઞાન લેવા તેમને જાહેર હિતની અરજી પીઆઈએલ પર દાખલ કરવા માટે ચાર સપ્તાહનો સમય માગ્યો છે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીના વિદેશ પ્રધાન મંજૂરી વિના નહી કરી શકે.