Jai Hind

મેક્રોન ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં ભારત આવશે તે પહેલા ભારતીય વાયુસેનાને નવા ૧૧૪ રાફેલ મળશે: ફ્રાન્સ સાથે રક્ષા સોદૃો થશે

૧૮ ફાઇટર જેટ લાય વે કંડિશનમાં ખરીદૃાશે બાકીના ૬૦ ટકા સ્વદૃેશી સામગ્રીથી ભારતમાં બનાવાશે

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં ભારતની મુલાકાતે આવશે. તેમની મુલાકાત પહેલા સંરક્ષણ મંત્રાલય ભારતીય વાયુસેના માટે ૧૧૪ નવા રાફેલ લડાકુ વિમાનોની ખરીદૃી માટે ૩.૨૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાના પ્રસ્તાવ પર ચર્ચા કરે તેવી સંભાવના છે. ભારતીય વાયુસેનાના સશક્તિકરણ માટે તેને એક મહત્વપૂર્ણ સોદૃો તરીકે જોઈ શકાય છે.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ભારતીય વાયુસેનાના રાફેલ ફાઇટર જેટ ખરીદૃવાના પ્રસ્તાવને ડિફેન્સ એક્વિઝિશન બોર્ડ દ્વારા પ્રાથમિક મંજૂરી આપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે રાફેલ સંબંધિત આ પ્રસ્તાવ પર આવતા અઠવાડિયે રક્ષા મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચર્ચા માટે લેવામાં આવી શકે છે.
આ સંરક્ષણ સોદૃાના પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં ફ્રાન્સ પાસેથી ૧૮ એરક્રાટ લાયવે કન્ડિશનમાં ખરીદૃવામાં આવશે અને બાકીના ૬૦ ટકા સ્વદૃેશી સામગ્રી સાથે ભારતમાં બનાવવામાં આવશે. આ સોદૃા હેઠળ ખરીદૃવામાં આવનાર ૧૧૪ રાફેલ માંથી લગભગ ૮૦ ટકા ભારતમાં બનાવવાની યોજના છે.
મળતી માહિતી અનુસાર, ભારતીય વાયુસેનાને આ પ્રોજેક્ટ હેઠળ ૮૮ િંસગલ સીટર અને ૨૬ ટ્વીન સીટર એરક્રાટ મળશે, જેમાંથી મોટાભાગના ડસોલ્ટ અને ભારતીય ખાનગી ક્ષેત્રની કંપનીઓના સહયોગથી ભારતમાં બનાવવામાં આવશે. આ હસ્તાંતરણ મંજૂરીના આગલા રાઉન્ડ માટે સર્વોચ્ચ સંસ્થા પાસે જશે, ત્યારબાદૃ તકનીકી અને વ્યાપારી વાટાઘાટોની ઔપચારિક પ્રક્રિયા શરૂ થશે. મળતી માહિતી મુજબ મેક્રોનની ભારત મુલાકાત દૃરમિયાન આ રક્ષા સોદૃાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. ભારતીય વાયુસેના હાલમાં લગભગ ૩૦ ફાઇટર સ્ક્વોડ્રનનું સંચાલન કરી રહી છે, જે ૪૨ સ્ક્વોડ્રનની મંજૂરીની તાકાત કરતા નોંધપાત્ર રીતે ઓછી છે, જ્યારે પાકિસ્તાન અને ચીન તરફથી ખતરો વધી રહૃાો છે, જેના કારણે ભારતીય વાયુસેના દ્વારા નવા વિમાનોની ખરીદૃી માટે ભલામણો કરવામાં આવી છે. હવે ભારત સરકાર હવે તે દિૃશામાં મોટો નિર્ણય લઈ શકે છે. બસ્તરમાં ૩૪ મહિલાઓ સહિત ૫૧ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું.