કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છત્તીસગઢની મુલાકાતે છે. રવિવારે (૮ ફેબ્રુઆરી) તેમણે રાજ્યની રાજધાની રાયપુરમાં રાજ્યમાં ચાલી રહેલા નક્સલ વિરોધી કામગીરી અંગે ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક યોજી. આ બેઠક કેન્દ્ર સરકાર દ્વારા દૃેશમાંથી નક્સલવાદૃને નાબૂદૃ કરવા માટે નિર્ધારિત ૩૧ માર્ચની સમયમર્યાદૃાના થોડા અઠવાડિયા પહેલા થઈ હતી.
રાજ્યમાં નકસલ વિરોધી કામગીરીની રાયપુરમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા કરી
બેઠક બાદૃ અમિત શાહે જણાવ્યું હતું કે સુરક્ષા-કેન્દ્રિત વ્યૂહરચના, માળખાગત વિકાસ અને માઓવાદૃી નાણાકીય નેટવર્ક્સના વિક્ષેપથી ડાબેરી ઉગ્રવાદૃ સામેની લડાઈમાં પરિણામો મળ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ૩૧ માર્ચ પહેલા આ ખતરો સંપૂર્ણપણે નાબૂદૃ થઈ જશે. ગૃહપ્રધાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં બેઠકની તસવીરો શેર કરી, જેના કેપ્શનમાં તેમણે લખ્યું, ’આજે છત્તીસગઢ સરકાર અને રાયપુરમાં અધિકારીઓ સાથે નક્સલ વિરોધી કામગીરી પર સમીક્ષા બેઠક યોજાઈ. સુરક્ષા કેન્દ્રિત વ્યૂહરચના, માળખાગત સુવિધાઓ, નક્સલ નાણાકીય નેટવર્ક પર હુમલો અને શરણાગતિ નીતિના સકારાત્મક પરિણામો આવ્યા છે અને આ ૩૧ માર્ચ પહેલા નક્સલવાદૃ સંપૂર્ણપણે નાબૂદૃ થઈ જશે.’
અમિત શાહે અન્ય એક પોસ્ટમાં જણાવ્યું હતું કે છત્તીસગઢ, જે એક સમયે નક્સલવાદૃી િંહસાનું કેન્દ્ર હતું, તે ભાજપની ડબલ-એન્જિન સરકાર હેઠળ વિકાસનો પર્યાય બની ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે અહીંના યુવાનો તેમની સંસ્કૃતિ અને પરંપરાઓનું રક્ષણ કરીને રમતગમત, ફોરેન્સિક્સ અને ટેકનિકલ શિક્ષણને પ્રોત્સાહન આપી રહૃાા છે.