વિપક્ષ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્ર્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહૃાો છે. વિપક્ષી પક્ષોનો આરોપ છે કે અધ્યક્ષ ગૃહમાં પક્ષપાતી છે. આ આરોપ એવા સમયે લગાવવામાં આવ્યો છે જ્યારે વિપક્ષ આરોપ લગાવી રહૃાું છે કે રાહુલ ગાંધીને સંસદૃમાં બોલવા દૃેવામાં આવી રહૃાા નથી. છેલ્લા ઘણા દિૃવસોથી સંસદૃમાં આ મુદ્દા પર હોબાળો થઈ રહૃાો છે. લોકસભા અધ્યક્ષ સામે વિપક્ષના વધતા ગુસ્સાનું બીજું કારણ તેમણે આપેલું એક નિવેદૃન છે, જેના પર મોટો વિવાદૃ થઈ રહૃાો છે. લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા દૃરમિયાન બોલતા રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ સેના પ્રમુખ એમ.એમ. નરવણેના અપ્રકાશિત સંસ્મરણોનો ઉલ્લેખ કરીને ચીન સાથેના સંઘર્ષ અંગે ગંભીર આરોપ લગાવ્યા હતા, જેમાં દૃાવો કરવામાં આવ્યો હતો કે ચીની ટેક્ધ ડોકલામમાં ઘૂસી ગઈ છે. જોકે, સરકારે આ આરોપોને ફગાવી દૃીધા હતા. ત્યારબાદૃ, અધ્યક્ષે રાહુલ ગાંધીને બોલતા અટકાવ્યા હતા, જેના કારણે હોબાળો થયો હતો.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે તેમને લોકસભામાં બોલતા અટકાવવા એ પરંપરાનું ઉલ્લંઘન છે અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર બોલતા અટકાવવામાં આવી રહૃાા હોવાનો ગંભીર ભય પણ વ્યક્ત કર્યો.
વિપક્ષી સાંસદૃોએ આ મુદ્દા પર ભારે હોબાળો મચાવ્યો, હોબાળા દૃરમિયાન સ્પીકરના પોડિયમ તરફ કાગળો ફેંક્યા, જેના પગલે ગૃહના અનાદૃરના આરોપસર આઠ વિપક્ષી સાંસદૃોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગયા ગુરુવારે એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે તેમણે કાલે (બુધવારે) પ્રધાનમંત્રી મોદૃીને ગૃહમાં આવતા અટકાવ્યા હતા.