ઉત્તરાખંડમાં આગામી એપ્રિલ ૨૦૨૬થી શરૂ થનારી ચાર ધામ યાત્રા માટે તંત્રએ અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દૃીધી છે. ખાસ કરીને કેદૃારનાથ ધામ માટેની હેલિકોપ્ટર સેવાઓને લઈને ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળે મોટા ફેરફારોની જાહેરાત કરી છે. આ વખતે યાત્રાળુઓની સુરક્ષા અને હવામાનની અનિશ્ર્ચિતતાને ધ્યાનમાં રાખીને નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે.
ેંછડ્ઢછના ઝ્રર્ઈં આશિષ ચૌહાણે જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૩માં શરૂ થયેલી હેલિકોપ્ટર કંપનીઓની મુદૃત ૨૦૨૫માં પૂર્ણ થઈ રહી છે. આથી, ૨૦૨૬ની યાત્રા માટે ટૂંક સમયમાં જ નવી ઉડ્ડયન કંપનીઓ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ વખતે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા જારી કરાયેલ કડક માર્ગદૃર્શિકાનું પાલન કરવું ફરજિયાત રહેશે. સુરક્ષિત લેન્ડિંગ અને ઉડાન સુનિશ્ર્ચિત કરવા માટે એક વ્યાપક સ્ટાન્ડર્ડ ઓપરેિંટગ પ્રોસિજર અમલમાં મૂકવામાં આવશે.
સુરક્ષાના કારણોસર લેવાયેલા સૌથી મોટા નિર્ણયમાં, કેદૃારનાથ માટેની શટલ સેવાઓમાં ૩૦ ટકાનો ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ દૃરરોજ અંદૃાજે ૨૬૪ શટલ ફેરા થતા હતા, જે હવે ઘટાડીને માત્ર ૧૮૪ કરવામાં આવ્યા છે. ખાસ કરીને જ્યારે હવામાન ખરાબ હોય અથવા વિઝિબિલિટી ઓછી હોય, ત્યારે કોઈપણ સંજોગોમાં હેલિકોપ્ટરને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ નિર્ણય ખીણમાં થતા અકસ્માતો રોકવા માટે લેવાયો છે.