14 ફેબ્રુઆરીએ રાફેલ તથા સુખોઈનું ખાસ પ્રદર્શન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીએ આસામના પ્રવાસે જશે. આસામના દિબ્રુગઢ-મોરાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હાઇવે-આધારિત ઇમરજન્સી એરસ્ટ્રીપ પર ઉતરાણ કરશે. તેઓ આર્મી પ્લેનમાં ઉતરાણ કરશે. આ મુલાકાત દરમિયાન, લગભગ 30 થી 40 મિનિટ માટે ખાસ રાફેલ અને સુખોઈ વિમાન પ્રદર્શન પણ યોજાશે. છેલ્લા 11 વર્ષમાં ઙખ મોદીની આસામની 38મી મુલાકાત હશે.
આ પૂર્વોતર ભારતમાં આ પ્રકારનો પહેલો કાર્યક્રમ હશે, જ્યાં PMનું વિમાન એરપોર્ટને બદલે હાઈવે પર બનેલા ઈમરજન્સી લેન્ડિંગ સ્ટ્રીપ પર ઉતરશે. આ કાર્યક્રમ માત્ર પૂર્વોતર ક્ષેત્રની વ્યૂહાત્મક ક્ષમતાઓ અને કટોકટીની તૈયારીઓનું પ્રદર્શન કરશે નહીં, પરંતુ હાઈવે-આધારિત હવાઈ પટ્ટીઓની ઉપયોગિતાને પણ પ્રકાશિત કરશે. પ્રધાનમંત્રીની મુલાકાતને પ્રદેશના માળખાગત સુવિધાઓ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ સંદેશ માનવામાં આવે છે. મોરન એરસ્ટ્રીપને ગઇં-127 ના 4.2 કિલોમીટરના પટ પર વિકસાવવામાં આવી છે. તે ભારતીય વાયુસેનાની પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા છે, જે લશ્કરી અને નાગરિક બંને વિમાનો માટે રચાયેલ છે.