૧૮૮૨માં ‘આનંદૃમઠમાં પ્રસિધ્ધ થયેલા ૬ છંદૃનું પુરૂ રાષ્ટ્રગાન ગુંજશે
સતાવાર કાર્યક્રમોમાં ગવાશે
કેન્દ્ર સરકારે પુરી માર્ગરેખા જાહેર કરી : ૩ મિનિટ ૧૦ સેકન્ડના પુરા ગીતનું ગાયન રાષ્ટ્રપતિ – રાજયપાલના હાજરીવાળા કાર્યક્રમમાં ફરજીયાત : રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બંને વગાડવાના હોય તો પહેલા રાષ્ટ્રગીત વગાડવામાં આવશે
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની રચનાને ૧૫૦માં વર્ષ હવે જન ગણ મન સમાન દૃરજજો : ગાયન સમયે ‘સાવધાન’ મુદ્રા જરૂરી
નવી દિૃલ્હી: દૃેશના આઝાદૃી આંદૃોલન સમયે સ્વતંત્રતા સેનાનીઓ માટે એક જુસ્સો બની ગયેલા અને દૃેશભરમાં ગુંજી ઉઠેલા બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયની રચના વંદૃેમાતરમ’ને હવે ૧૫૦ વર્ષ ન્યાય મળ્યો છે. દૃેશનું રાષ્ટ્રગીત બની નહી શકેલા વંદૃેમાતરમને મોદૃી સરકારે હવે જન-ગણ-મનથી પ્રારંભ થતા રાષ્ટ્રગાન સમાન દૃરજજો આપવાની જાહેરાત કરી હવે વંદૃેમાતરમના ગાયન સમયના નવા પ્રોટોકોલનું પાલન કરવું પડશે તે નિશ્ર્ચિત કર્યુ છે.
જે મુજબ રાષ્ટ્રગાન (જન ગણ મન) બાદૃ તુર્તજ છ પંક્તિઓ વાળા વંદૃેમાતરમ ગાવામાં આવશે અને તે સમયે રાષ્ટ્રગીત સમાન જ સન્માન વંદૃેમાતરમને મળશે. સૌ ઉભા થઈને સાવધાન મુદ્રામાં આ ગીતનું ગાયન કરશે અથવા સાંભળશે. કુલ ૩ મીનીટ ૧૦ સેક્નડનું વંદૃેમાતરમ ગણાશે.
જો રાષ્ટ્ર ગાન (જન ગણ મન) અને વંદૃેમાતરમ બન્ને ગાવાના હોય તો વંદૃેમાતરમ પહેલા ગવાશે. આ વર્ષને જ વંદૃેમાતરમની રચનાના ૧૫૦માં વર્ષ તરીકે ઉજવણી શરૂ થઈ છે અને દૃેશભરમાં તેના અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહૃાા છે તે સમયે જ કેન્દ્ર સરકારે હવે આ સ્વતંત્રતા માટે પ્રેરક બની ગયેલા ગીતને સર્વોચ્ચ સન્માન આપ્યુ છે.બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા આનંદૃમઠ (૧૮૮૨)માં આ ગીતને સામેલ કરાયુ હતું. ૧૮૯૬માં કોલકતામાં કોંગ્રેસ અધિવેશનમાં રવિન્દ્રનાથ ટાગોરે તે પ્રથમ વખત ગાયુ હતું તો રાજનૈતિક રીતે ઓગષ્ટ ૧૯૦૫માં તેનો ઉપયોગ થયો.૧૯૫૦માં સંવિધાન સભામાં ભારતના રાષ્ટ્રગીત તરીકે તેને અપનાવાયુ હતું. હવે સતાવાર કાર્યક્રમોમાં વંદૃેમાતરમ ગાવું ફરજીયાત છે. જેમાં ધ્વજારોહણમાં રાષ્ટ્રગીતના આગમન પુર્વે અને ગયા બાદૃ, તેજ રીતે રાજયપાલના આવવા પુર્વે અને જવા બાદૃ આ ગીત વાગશે. પદ્મ પુરસ્કાર જેવા સમારોહમાં વંદૃેમાતરમ ગાવું જરૂરી હશે અને તે સિવાયના કાર્યક્રમોની સૂચી પણ જાહેર થઈ છે.