વર્ષ ૨૦૩૦ સુધીમાં મોટાપાયે વિવિધ ક્ષેત્રોમાં એન્ટ્રી લેવલની નોકરીઓનો યુગ પ્ાૂરો થશે. આ સમયમાં શ્રમિક તથા ઓફિસરે સમાન અનિશ્ર્ચિતતાનો સામનો કરવો પડશે
નોકરીઓ તથા વ્યવસાય પર એઆઇની સંભવિત અસર પર વિશ્ર્વ આર્થિક મંચ (ડબલ્યુઇએફ)એ એક મહત્વનો રિપોર્ટ રજૂ કર્યો છે ‘ફોર યુચર્સ ફોર ધ ન્યુ ઇકોનોમી નામના આ રિપોર્ટમાં વિવિધ આશંકાની પુસ્ટિ કરવામાં આવી છે. આ આશંકા દૃરેક નોકરીયાત વર્ગના મનમાં પ્રવેશી ચૂકી છે નોકરી કરનારો વર્ગ આ વાત વિચારી રહૃાો છે કે જો ઓફિસમાં બધુ જ કામ એઆઇ દ્વારા થશે તો દૃેશમાં બ્ોરોજગારીનું પ્રમાણ વધશે. આથી નોકરીયાત વર્ગ પોતાના ભવિષ્ય માટે િંચતીત થયો છે. આ રિપોર્ટમાં એક તથ્ય રજૂ કરવામાં આવ્યું છે વર્ષ ૨૦૩૦ સુધીમાં મોટા પ્રમાણમાં એન્ટ્રી લેવલ નોકરી ખતમ થઇ શકે છે. નવા યુગમાં ઓફિસર તથા કર્મચારી બન્નેન્ો એક જ અનિશ્ર્ચિતતાનો સામનો કરવો પડી શકે છે. આ માટે પ્રથમ શક્યતા છે સુપર ચાર્ઝડ પ્રોગ્રેસ (ઝડપી એઆઇ, કુશળ કારીગર) આ સ્થિતિમાં માણસો એઆઇની ટીમન્ો સ્ાૂચના આપશે. જેના કારણે ઉત્પાદૃકતામાં વધારો થશે. પરંતુ એઆઇ સક્ષમ તથા એઆઇ અસક્ષમ વચ્ચે ખાઇ વધશે. બીજી શકયતા છે ધ એ જ ઓફ ડિસ્પ્લેસમેન્ટ (ઝડપી એઆઇ, અકુશળ કારીગર) આ સ્થિતિ જો આવે તો મોટા પ્રમાણમાં બ્ોરોજગારી વધી શકે છે. જેના પરિણામે સામાજિક વિભાજન તથા આર્થિક અરાજકતાના દૃરવાજા ખુલી શકે છે. ત્રીજી શક્યતા છે કો-પાયલોટ ઇકોનોમી (ધીમી એઆઇ, કુશળ કારીગર) આ સ્થિતિમાં માનવીઓ તથા એઆઇ સંગઠીત થઇન્ો કામ કરશે. શરૂઆતમાં કારીગરોન્ો તાલીમ આપવા મોટું મુડી રોકાણ કરવામાં આવશે.
પરંતુ અંતમાં આ સ્થિતિ લાભદૃાયક પ્ાૂરવાર થશે ચોથી શક્યતા છે સ્ટોલ્ડ પ્રોગ્રેસ (ધીમી એઆઇ અકુશળ કારીગર) જ્યાં વધુ લાભ ઉદ્યોગકારોન્ો મળશે જ્યારે અન્ય સમુદૃાય પાછળ રહી જશે.
પાયાના સ્તરે ડબલ્યુઇએફનો રિપોર્ટ એઆઇ પ્રત્યે નકારાત્મક નથી. આ વાત એક સારા સમાચાર જેવી લાગ્ો છે પરંતુ ડેટાન્ો બન્ને તરફી હોઇ શકે છે રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે કે, એઆઇ વર્ષ ૨૦૩૦ સુધીમાં જેટલી નોકરીઓ ખતમ કરશે ત્ોની સરખામણીમાં ૭.૮ કરોડ વધુ નોકરીઓનું સર્જન કરશે.
આથી હિસાબ- કિતાબના પાસાથી આ રિપોર્ટ પોઝિટીવ જણાય છે. રિપોર્ટ વધુ જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૩૦ સુધીમાં ૯.૨ કરોડ નોકરીઓ એઆઇના કારણે જતી રહેશે ત્યાં બીજી તરફ ૧૭ કરોડ નવી નોકરીઓનું સર્જન થશે આ નોકરીએ બ્ો ક્ષેત્રમાં હશે ખાસ કરીન્ો ડિજિટલ તથા ગ્રીન ઇકોનોમીમાં વધુ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. પરંતુ આ ન્ોટ પોઝિટીવ એક સત્ય છુપાવી રહૃાું છે. એવું માની લઇએ કે ૧૭ કરોડ નોકરીઓ ડિજીટલ તથા ગ્રીન ક્ષેત્રમાં આવશે પરંતુ જે ૯.૨ કરોડ નોકરીઓ ઓછી થશે ત્ોનું શું? ત્ોમનું ભવિષ્ય, ત્ોમનો પરિવાર, રહેઠાણ, ભોજન, બાળકોનું શિક્ષણ, મેડિકલ ખર્ચ વગ્ોરેનું શું થશે? આ બન્ને પ્રકારની નોકરીઓ અલગ-અલગ વર્ગમાંથી આવે છે જે રિસ્ોપ્શનીશટની નોકરી ચાલી ગઇ ત્ો એઆઇ સિસ્ટમ આર્કિટેક બની શકશે નહીં જે એકાઉન્ટનું કામ પ્ાૂર્ણ થયું ત્ો રિન્યુએબલ એર્નજી એન્જિનિયર બની શકશે નહીં. આ રિપોર્ટમાં એક સર્વેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અડધાથી વધુ ઉધમી લોકો (૫૪ ટકા) માન્ો છે કે, એઆઇ હાલની નોકરીઓન્ો પ્ાૂર્ણ કરી શકે છે બીજી તરફ માત્ર ૨૪ ટકા લોકો માન્ો છે કે, એઆઇ નવી નોકરીઓનું સર્જન કરશે.
આ મુજબ ૪૫ ટકા ઉદ્યોગકારો માની રહૃાા છે કે, ત્ોમના નફામાં વધારો થશે. બીજી તરફ ૧૨ ટકા ઉદ્યોગકારો માન્ો છે કે, ત્ોમના કર્મચારીઓન્ો પગાર વધારવો પડશે આ બાબતથી એ સંદૃેશો જાણવા મળે છે કે, એઆઇના માધ્યમથી ઉદ્યોગકારોન્ો લાભ થશે. જ્યારે શ્રમિકોન્ો નુકસાન થશે.
આ બદૃલાવ આટલો ઘાતક શા માટે થઇ શકે છે? કારણ કે, એઆઇ માત્ર અનુભવી કારીગરોન્ો વધુ નુકસાન કરશે એવું નથી, ત્ો યુવાનોન્ો શીખવાની પ્રક્રિયા તથા નોકરીમાં અનુકૂળતા થવાની સંભાવનાન્ો ખતમ કરી શકે છે.
અગાઉના સમયમાં જ્યારે કોઇ નવયુવક પ્રથમ નોકરી કરવા જાય ત્યારે ત્ો સરળ કામ કરતા હતા દૃા.ત. ફાઇલો સંભાળવી, સંદૃેશાની આપ લે કરવી, ડેટા એન્ટ્રી કરવી, થોડું સંશોધન કરવું, હિસાબ-ત્ૌયાર કરવો, ગ્રાહકોન્ો ફોન કરવો, વગ્ોરે.