Jai Hind

અમદૃાવાદૃ પ્લેન ક્રેશ મામલે સુપ્રીમ કોર્ટે તપાસનો સ્ટેટસ રિપાર્ટ માંગ્યો

કેન્દ્ર સરકારને ત્રણ સપ્તાહમાં જવાબ રજૂ કરવા આદેશ

અમદૃાવાદૃ વિમાન દૃુર્ઘટના માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્ર્વભરની અત્યાર સુધીની સૌથી ભયાનક વિમાન દૃુર્ઘટનાઓ પ્ૌકીની એક છે. ગયા વર્ષે ૧૨ જૂનના રોજ એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર ૭૮૭-૮ વિમાન અમદૃાવાદૃથી લંડન જઇ રહૃાું હતું. જો કે, ટેકઓફની થોડી જ ક્ષણોમાં વિમાન અકસ્માતનો ભોગ બન્યું અન્ો એરપોર્ટ પાસ્ો આવેલી એક મેડિકલ હોસ્ટેલ સાથે અથડાઇન્ો ક્રેશ થઇ ગયું.
આ દૃુર્ઘટનાન્ો કારણે વિમાનમાં આગ લાગી અને તમામ મુસાફરો ઉપરાંત હોસ્ટેલમાં રહેલા કેટલાક મેડિકલ સ્ટુડન્ટ્સના પણ મોત નિપજ્યું હતું. આ ઉપરાંત મેડિકલ હોસ્ટેલન્ો પણ ભારે નુકસાન થયું હતું.
આ દૃર્દૃનાક અકસ્માતમાં વિમાનમાં સવાર ૨૪૨ લોકોમાંથી ૨૪૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઉપરાંત જે મેડિકલ હોસ્ટેલ સાથે વિમાન અથડાયું હતું, ત્ોના ૧૯ લોકોના પણ મોત થયાં હતાં. ત્યારથી આ મામલે તપાસ ચાલી રહી છે, જેમાં હવે સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો આદૃેશ આપવામાં આવ્યો છે.
અમદૃાવાદૃ પ્લેન ક્રેશ મામલે સુપ્રિમ કોર્ટે આજે તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. આ સ્ટેટસ રિપોર્ટ રેકોર્ડ પર લેવા માટે મંગાવવામાં આવ્યો છે. અને આ માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારન્ો ૩ અઠવાડિયાનો સમય આપ્યો છે.
અમદૃાવાદૃ વિમાન દૃુર્ઘટના અંગ્ો સુપ્રીમ કોર્ટમાં અન્ોક અરજીઓ દૃાખલ કરવામાં આવી છે. સીજેઆઇ સ્ાૂર્યકાંત અન્ો જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બ્ોન્ચ દિૃવંગત કેપ્ટન સુમિત સભરવાલના પિતા દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. જે દૃરમિયાન આ સ્ટેટસ રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
સુનાવણી દૃરમિયાન કેન્દ્ર અને ડાયરેકટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન વતી હાજર રહેલા સોલિસિટર જનરસ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, એરક્રાફટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગ્ોશન બ્યુરોની તપાસ ત્ોના અંતિમ તબક્કામાં છે.