Jai Hind

ફરી બીજી ડિસેમ્બર જેવી વિમાની સેવાની કટોકટી સર્જાવાની સરકારને ચેતવણી

એરલાઈન્સ ફેડરેશને પત્ર લખી પાઈલોટ- ટેસ્ટ સહિતના નિયમો ઢીલા કરવા માંગ કરી

એરલાઈન્સની 1600થી વધુ ફલાઈટ રદ થવાથી સર્જાયેલી જબરી અફડાતફડી અને દિવસો સુધી લાંબો વિમાની મુસાફરો જે રીતે પરેશાન થયા હતા જેવી સ્થિતિ ફરી સર્જાવાની ચેતવણી ઈન્ડીગો ઉપરાંત એરઈન્ડીયાએ સરકારને આપીને વિમાની પાઈલોટ તથા કેબીન ક્રુના આરામના કલાકો વધારવા સહિતના નિયમો પર પુન: વિચારણા કરવા કેન્દ્રને જણાવ્યું છે. અગાઉ ગત વર્ષે એવીએશન ઓથોરિટી એ પાઈલોટના પ્રતિ સપ્તાહ વધુમાં વધુ કેટલા કલાક વિમાન ઉડાડી શકે છે બે ઉડાન વચ્ચેના આરામના કલાકો વિ. નિયત કરવા વિમાની કંપનીઓ માટે પાઈલોટની પુરતી સંખ્યા નહી હોવાથી ઈન્ડીગોની સેવા પર ભારે અસર થઈ હતી અને ફેડરેશન ઓફ ઈન્ડીયન એરલાઈન્સ દ્વારા સપ્તાહમાં ઓછામાં ઓછા 48 કલાક આરામનો નિયમ (અગાઉના 36 કલાક સાથે) લાગુ કરવો શકય નહી હોવાનું જણાવ્યું છે. ઉપરાંત રાત્રીના ઉડ્ડાનના મહતમ કલાકો, ફલાઈટ એન્જીનને પણ દરેકને તેના વ્યક્તિગત હોટેલ રૂમ તથા તેમના આરામના કલાકો પણ વધારવા સહિતના નવા નિયમોમાં અમલ હાલ થયા નહી હોવાનું જણાવે છે. વિમાની કંપનીનો દાવો છે કે વિદેશમાં રૂમો પણ ખર્ચાય છે અને એરપોર્ટ પાસે હોટેલ રૂમો પણ મર્યાદીત છે. આ પત્ર ડિરેકટર જનરલ ઓફ સિવિલ એવીએશનને લખાયો છે.