કિરેન રિજિજુએ નવો વીડિયો જાહેર કર્યો
સંસદૃીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં થયેલા હોબાળાનો એક વીડિયો જાહેર કરીને રાજકીય રીતે વધારે એક મોરચો ખોલ્યો છે. રિજિજુએ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસના સાંસદૃોએ સ્પીકરની ચેમ્બરમાં ગેરકાયદૃેસર રીતે વીડિયો ક્લિપ બનાવી અને ગરીમા તથા મર્યાદૃાઓનું ઉલ્લંઘન કર્યું છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના ૪ ફેબ્રુઆરીની હોવાનો અંદૃાજ છે. રિજિજુના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના ૨૦ થી ૨૫ સાંસદૃો સ્પીકરના ચેમ્બરમાં ઘૂસી ગયા હતા. ત્યાં તેમણે સ્પીકરને અપશબ્દૃો કહૃાા હતા. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીને પણ ધમકી પણ આપી હતી. સ્પીકરની ચેમ્બરને ગૃહનો જ એક ભાગ માનવામાં આવે છે, જ્યાં કોઈપણ પ્રકારનું વીડિયો શૂિંટગ કરવું એ નિયમોની વિરુદ્ધ છે.
કિરેન રિજિજુના ગંભીર આક્ષેપો કરતા કહૃાું કે, “જ્યારે આ ઘટના બની ત્યારે હું પણ ત્યાં હાજર હતો. કોંગ્રેસના સાંસદૃોએ સ્પીકરને અપશબ્દૃો કહૃાા હતા. ઓમ બિરલા ખૂબ જ સરળ વ્યક્તિ છે, બાકી આ મામલે અત્યંત કડક કાર્યવાહી થઈ શકી હોત.”
રિજિજુએ વધુમાં ઉમેર્યું કે, જ્યારે આ હોબાળો થઈ રહૃાો હતો ત્યારે પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલ જેવા વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા અને તેઓ સાંસદૃોને લડવા માટે ઉશ્કેરી રહૃાા હતા. જે સ્પષ્ટ રીતે લોકશાહીની ગરિમાનું હનન છે. રિજિજુએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ભાજપ ગૃહમાં ચર્ચા અને સંવાદૃમાં માને છે,