Jai Hind

લુટિયંસ દિૃલ્હીમાં બંગલાની સૌથી મોટી ડીલ

લુટિયંસમાં આવેલો ૧૦૦૦ કરોડમાં વેચાનારો ટિહરી ગઢવાલના મહારાજાનો લક્ઝરી બંગલો દૃેખાવે એટલો શાનદૃાર અને લક્ઝરી છે કે તેની સામે ફાઈવ સ્ટાર હોટલ પણ ફેલ છે. તેની આસપાસ ખૂબ જ હરિયાળી છે. મુખ્ય રસ્તાની ઉપર આખી હવેલી આવેલી છે. તેની બહાર એક મોટો ગેટ લગાવેલો છે, જ્યારે અંદૃર જતાં આપને સિક્યોરિટી ગાર્ડના રૂમ જોવા મળશે. ત્યાર બાદૃ આપને અંદૃર સફેદૃ રંગની ચમકતી હવેલી જોવા મળશે. આ હવેલી છે ટિહરી ગઢવાલના મહારાજાનો લક્ઝરી બંગલો.
એક રિપોર્ટ અનુસાર, તેને ખાણીપીણીના બિઝનેસ સાથે જોડાયેલા દિૃલ્હીના જ એક બિઝનેસમેને ખરીદ્યો છે. આ આલીશાન પ્રોપર્ટી ભગવાન દૃાસ રોડના પ્લોટ નંબર ૫ પર આવેલો છે. જેને હાલમાં ૫ ભગવાન દૃાસ રોડના નામથી ઓળખવામાં આવે છે. એટલું જ નહીં ૩.૨ એકરમાં ફેલાયેલા આ બંગલો ખરીદૃવાની ડીલ આ બિઝનેસમેનની બીજી મોટી ડીલ છે. આ અગાઉ તેમણે પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના પ્રથમ સત્તાવાર નિવાસને પણ ૧૧૦૦ કરોડ રૂપિયામાં ખરીદૃવાની ડીલ કરીને સૌને ચોંકાવી દૃીધા હતા.
આપને જણાવી દૃઈએ કે, આ બંને બંગલાને ટ્રોફી એસ્ટેટ્સની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જેનો મતલબ થાય છે કે આવી શાનદૃાર દૃુર્લભ અને આલિશાન પ્રોપર્ટી જે તેના ખાસ લોકેશન અને ઐતિહાસિક બનાવટ માટે ઓળખાય છે. આ ડીલ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ૧૦૦૦ કરોડની આ ડીલ ન ફક્ત રિયલ એસ્ટેટ માર્કેટની મોટી ડીલ માનવામાં આવે છે.
આ આલીશાન પ્રોપર્ટી અને હવેલીની ઠીક બાજુમાં દિૃલ્હી વિકાસ પ્રાધિકરણના અધિકારી પરિસર આવેલા છે. તેની ઠીક બાજુમાં આ હવેલી બનેલી છે. મેન રોડ પર આ હવેલી આવેલી છે. આ જ કારણ છે કે તેની િંકમત વધારે છે અને જોવામાં પણ શાનદૃાર લાગે છે.
જ્યારથી આ બંગલો વેચવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારથી તેને જોવા માટે દૃૂર દૃૂરથી લોકો આવી રહૃાા છે.
આ હવેલી સાથે જોડાયેલા એક સભ્ય દૃેવેન્દ્ર નાથ તિવારીએ જણાવ્યું છે કે, આ એક ખાનગી પ્રોપર્ટી છે. ખાનગી સંપત્તિમાં મીડિયાની કોઈ ભૂમિકા ન હોવી જોઈએ.
આ બંગલાની બીજી એક સૌથી મોટી ખાસિયત એ છે કે આ બંગલાની બહાર ફરવા માટે બહુ મોટો બગીચો આવેલો છે. હીંચકા લગાવેલા છે. ફાઉન્ટેન અને એટલા બધા ઝાડ છે કે આખી દિૃલ્હીમાં આપને આવો બંગલો બીજે ક્યાંય જોવા નહીં મળે.