ભારત-અમેરિકા વચ્ચે વચગાળાના સમજૂતી કરારનો વિરોધ કરવા માટે દૃેશવ્યાપી આંદૃોલનની ચર્ચા કરાઈ
કોંગ્રેસ સાંસદૃ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્રેડ ડીલ મામલે મોદૃી સરકારનો ભારે વિરોધ કર્યા બાદૃ અચાનક ખેડૂત સંઘના નેતાઓ સાથે મુલાકાત કરી છે. તાજેતરમાં અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ થઈ હતી, ત્યારબાદૃથી રાહુલ ગાંધી મોદૃી સરકાર પર આકરા પ્રહારો કરી રહૃાા છે.
તેમણે આક્ષેપ કર્યો છે કે, આ ડીલના કારણે ખેડૂતોની રોજગારી છિનવાશે અને દૃેશની ખાદ્ય સુરક્ષાને પણ નબળી પાડશે. તેમણે લોકસભામાં ભાષણ કરતી વખતે ડીલને ખેડૂત વિરોધી ગણાવી હતી.
રાહુલ ગાંધીએ શુક્રવારે (૧૩ ફેબ્રુઆરી) સંસદૃ ભવનના પરિષદૃમાં દૃેશભરના ખેડૂત સંઘના નેતાઓ સાથે મુલાકાત કરી છે.
આ દૃરમિયાન તેમણે ભારત-અમેરિકા વચ્ચે વચગાળાના સમજૂતી કરારનો વિરોધ કરવા માટે દૃેશવ્યાપી આંદૃોલનની તેમજ ખેડૂતો અને કૃષિ શ્રમિકોની આજીવિકાનું રક્ષણ કરવા અંગે ચર્ચા કરી છે. કોંગ્રેસે કહૃાું છે કે, બેઠકમાં ખેડૂત સંઘના નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે અને મકાઈ, સોયાબીન, કપાસ, ફળો અને બદૃામ ઉગાડતા ખેડૂતોની આજીવિકા મામલે ઊંચી િંચતા વ્યક્ત કરી છે.
કોંગ્રેસે કહૃાું છે કે, ખેડૂત નેતાઓ અને રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા ટ્રેડ ડીલનો વિરોધ કરવા અને ખેડૂતો-કૃષિ શ્રમિકોની આજીવિકાની રક્ષા કરવા માટે મોટાપાયે રાષ્ટ્રીય આંદૃોલન કરવાની જરૂરીયાત પર ચર્ચા કરી છે.
બેઠકમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરનારાઓમાં અખિલ ભારતીય કિસાન કોંગ્રેસના પ્રમુખ સુખપાલ એસ ખૈરા, હરિયાણાના ભારતીય કિસાન મજદૃૂર યુનિયનના નેતા અશોક બલહારા, બીકેયૂ ક્રાંતિકારીના બલદૃેવ એસ જીરા, પ્રગતિશીલ કિસાન મોર્ચાના આર.નંદૃકુમાર, બીકેયૂ શહીદૃ ભગત િંસહના અમરજીત એસ મોહરી સહિતના ખેડૂત નેતાઓ સામેલ હતા.
બેઠક પહેલા ગઈકાલે રાહુલ ગાંધીએ કહૃાું હતું કે, સરકાર તેમના વિરુદ્ધ એફઆઇઆર અથવા વિશેષાધિકાર પ્રસ્તાવ લાવી શકે છે, જોકે તેમણે કહૃાું હતું કે, ગમે તે થાય તેઓ ખેડૂતો સાથે મજબૂતીથી ઊભા રહેશે. તેમણે વડાપ્રધાન મોદૃીને ખેડૂત વિરોધી હોવાના અને ભારત-અમેરિકા ડીલથી દૃેશને વેચવાનો પણ આરોપ લગાવ્યો હતો.