વિદેશમંત્રીએ સ્પષ્ટ કહી દૃીધુ કે, કોઈના દૃબાણમાં અમે આવવાના નથી
અમેરિકા સાથે ટ્રેડ ડીલ થયા બાદૃ દૃાવો કરવામાં આવતો હતો કે ભારત અમેરિકાના પ્રેશરમાં આવી ગયું છે અને હવે રશિયા પાસેથી ઓઈલ ખરીદૃશે નહીં. વિપક્ષ પણ સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માગી રહૃાું હતું. પણ વિદૃેશ મંત્રી એસ. જયશંકરે ખુલ્લીને કહી દૃીધું છે કે કોઈના પ્રેશરમાં અમે આવવાના નથી. મ્યૂનિખ સિક્યોરિટી કોન્ફરન્સમાં દિૃલ્હી ડિસાઈડ્સ વિષય પર ચર્ચા કરતા જયશંકરે સ્પષ્ટ કહી દૃીધું કે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે ઓઈલ ક્યાંથી ખરીદૃશે, તેનો નિર્ણય ખાલી ભારત કરશે. ભારતના નેશનલ ઇન્ટરેસ્ટમાં જે હશે, તેના આધાર પર નિર્ણય થશે.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલના સમયે અમેરિકા તરફથી કહેવાતું હતું કે ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદૃવાનું બંધ કરી રહૃાું છે, એટલા માટે ટેરિફને ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરી દૃીધો છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર, આ છૂટની પાછળ અમેરિકાની એક શરત હતી કે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદૃવાનું બંધ કરે અને વેનેઝુએલા જેવા અન્ય સ્ત્રોત તરફ વળે. તેના પર જયશંકરે મ્યૂનિખમાં દૃહાડતા કહૃાું કે, ભારતની ઓઈલ કંપનીઓ, પછી તે સરકારી હોય કે ખાનગી. બજારનો માહોલ જોઈને નિર્ણય લે છે. અમારી પ્રાથમિકતા અમારી એનર્જી સિક્યોરિટી છે અને અમે અમારી સ્ટ્રેટેજિક ઓટોનોમી બનાવી રાખીશું.આ નિવેદૃનને એટલા માટે મોટું માનવામાં આવે છે કે, કેમ કે ભારત-અમેરિકા ટ્રેડ ડીલની તરત બાદૃ આવ્યું છે. મોટા ભાગે જ્યારે બે દૃેશ વેપાર ડીલ કરે છે, તો માનવામાં આવે છે કે તેઓ એકબીજાની રાજકીય શરતો માનશે. પણ જયશંકરે ટ્રેડ ડીલને હનીમૂન પીરિયડમાં સ્પષ્ટ કરી દૃીધું છે કે વેપાર પોતાની જગ્યાએ છે અને અમારી આઝાદૃ વિદૃેશ નીતિ પોતાની જગ્યાએ.
તેનો સીધો મતલબ એ છે કે રણનીતિક સ્વાયત્તતા એટલે કે ભારત પોતાના નિર્ણય ખુદૃ લેશે, કોઈ સુપરપાવરના પ્રેશરમાં આવીને નહીં. જયશંકર કહી રહૃાા છે કે જો રશિયા પાસેથી ઓઈલ ખરીદૃવું અમારા દૃેશના હિતમાં હશે તો અમે ખરીદૃીશું. અમે કોઈ એક જૂથના સ્થાયી પૂંછડિયા નહીં બનીએ. અહેવાલો અનુસાર, મ્યુનિક સુરક્ષા પરિષદૃમાં જર્મન નેતા જોહાન વાડેફુલ સાથેની ચર્ચા દૃરમિયાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે, અમે વ્યૂહાત્મક સ્વાયત્તતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. તે અમારા ઇતિહાસ અને વિકાસનો અભિન્ન ભાગ છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદૃવાનો નિર્ણય કોઈ રાજકીય વલણ નથી, પરંતુ બજારની જરૂરિયાત છે. ભારતની ઓઈલ કંપનીઓ ઉપલબ્ધતા, ખર્ચ અને જોખમોને ધ્યાનમાં રાખીને વ્યાપારી નિર્ણયો લે છે.