Jai Hind

એઆઈ ઈમ્પેકટ સંમેલનથી ભારતને 100 અબજ ડોલરના રોકાણની આશા

સર્વજન હિતાય, સર્વ જન સુખાયની થીમ પર આધારીત છે સંમેલન

પાંચ દિવસીય સંમેલનમાં માનવ વિકાસ માટે એઆઈના ઉપયોગ પર જોર: નીતિ બનાવવા પર મંથન

બિલગેટસ ગુગલના સુંદર પિચાઈ, નોબેલ પ્રાઈઝ વિજેતા હાસાબિસ, મેટા ચીફ એઆઈ ઓફિસર એલેકઝાંડર વાંગ, રિલાયન્સનાં ચેરમેન મુકેશ અંબાણી સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહેશે

ભારતની યજમાનીમાં આજથી એટલે કે તા.16 થી 20 ફેબુઆરી દરમ્યાન એઆઈ ઈમ્પેકટ સંમેલન શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં દુનિયાભરની દિગ્ગજ કંપનીઓના સીઈઓ પ્રમુખ અને રાષ્ટ્રાધ્યક્ષ વગેરે જોડાશે.
ભારત માટે આથી રોકાણની તકો વધી શકે છે અને 100 અબજ ડોલરના રોકાણનાં રસ્તા આ સંમેલન ખોલી શકે છે.આ સંમેલન ઈલેકટ્રોનિકસ અને માહીતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા આયોજીત કરાયુ છે,. સંમેલનમાં ટેકનીક સાથે સંકળાયેલ તમામ મોટી કંપનીઓ અને તેમનાં વિશેષજ્ઞો ભાગ લેશે. આ સંમેલન વિકાસશીલ દેશોમાં થનારૂ સૌથી મોટુ આયોજન છે.
બધા માટે એઆઈપર જોર:
સર્વજન હિતાય સર્વજન સુખાયતી થીમ પર આયોજીત સંમેલનમાં એઆઈનો વિકાસ બધાના માટે અને બધાના હિતમાં કરવા પર જોર આપવામાં આવશે. આ સંમેલન ત્રણ સુત્રો પર આધારીત છે જેમાં લોક, પૃથ્વી અને પ્રગતિ સામેલ છે. તેમાં ફોકસ રહેશે કે એઆઈનો ઉપયોગ સામાન્ય લોકોના જીવનમાં કેવી રીતે સરળ બનાવાય. સંમેલન દરમ્યાન એ ચર્ચા કરવામાં આવશે કે એઆઈથી સ્વાસ્થ્ય કૃષિ શાસન ક્ષેત્રમાં એઆઈનો કેવી રીતે બહેતર ઉપયોગ કરવામાં આવે અને કેવી રીતે યુવાનોને એઆઈની તાલીમ આપીને તકો ઉપલબ્ધ કરાવવામાં આવે સંમેલનમાં 100 થી વધુ દેશ સામેલ થઈ રહ્યા છે. જેમાં એઆઈની નીતિ પર મંથન થશે.
સંમેલનમાં દેશ અને દુનિયાભરની દિગ્ગજ કંપનીઓના દિગ્ગજો ભાગ લેશે. તેમાં બિલ ગેટસ, સુંદર પીચાઈ, ગુગલ ડીપમાઈન્ડના સીઈઓ અને નોબેલ પુરસ્કાર વિજેતા ડેમીસ હાસાબીબ મેટાના ચીફ એઆઈ એલેકઝાંડર વાંગ, એન્થ્રોપિકનાં સીઈઓ ડારીયો એમોડેઈ સામેલ છે.આ ઉપરાંત ભારતનાં મુખ્ય ઉદ્યોગપતિ રિલાયન્સનાં ચેરમેન મુકેશ અંબાણી, ટાટા સન્સનાં ચેરમેન એન.ચંદ્રશેખરન અને ભારતી એરટેલનાં ચેરમેન સુનિલ મિતલ સહીત અન્ય લોકો સામેલ થશે.
દુનિયાભરમાં એઆઈ હવે માત્ર ટેકનીકલ ચર્ચા નથી બલકે અર્થ વ્યવસ્થાનું કરોડરજજુ બની ચુકયુ છે. ફોર્ચ્યુન બિઝનેસ ઈનસાઈટસનાં રિપોર્ટમાં અનુમાન વ્યકત કરાયું છે કે 2027 સુધી ભારતનું ઘરેલુ બજાર 17 મિલીયન ડોલરનું હશે.આ 2024 ની તુલનામાં ત્રણ ત્રણથી વધુની વૃદ્ધિ હશે.
જયારે 2032 સુધીમાં ભારતને એઆઈ બજાર 131 બિલીયન ડોલર સુધી પહોંચવાની સંભાવના છે.આથી જાહેર છે કે એક દાયકામાં ભારતની અર્થ વ્યવસ્થાનો મોટોભાગ એઆઈથી સંચાલીત હશે.