Jai Hind

ઓલાના સીઇઓ ભાવિશ અગ્રવાલ સામે ધરપકડ વોરંટ

ગ્રાહકની ફરિયાદૃ ભારે પડી

દૃેશની મુખ્ય ઈલેક્ટ્રી ટુ-વ્હીલર ઉત્પાદૃક કંપની ‘ઓલા ઈલેક્ટ્રીકની મુશ્કેલીમાં વધારો થયો છે. ઈવીમાં લાગી રહેલી આગ જેવા પડકારોનો સામનો કરી રહેલા કંપનીના સીઈઓ અને ફાઉન્ડર ભાવિશ અગ્રવાલ મોટી મુસીબતમાં ફસાયા છે. ગોવાની ગ્રાહક તકરાર નિવારણ આયોગે ઓલા ઈલેક્ટ્રીક સંબંધીત એક કેસમાં કડક વલણ અપનાવીને ભાવિશ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે.વાસ્તવમાં પ્રીતિશ ચંદ્રકાંત ઘાડીએ ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદૃ કરી છે. ઘાડીએ આક્ષેપ કર્યો છે કે, તેમણે ઓલાને ઈલેક્ટ્રીક બાઈક રેપિરંગ કરવા માટે આપ્યું હતું. જોકે કંપની તે બાઈકની કોઈપણ માહિતી આપતી નથી. ચોંકાવનારી વાત એ છે કે, ઘાડીએ ઓલાને પહેલેથી જ બાઈકની સંપૂર્ણ િંકમત ચુકવી દૃીધી છે, છતાં તેમને હજુ સુધી બાઈક અપાઈ નથી. એટલું જ નહીં કંપની તેમને સંતોષકારણ જવાબ પણ આપતી નથી.
ફરિયાદૃીએ કહૃાું કે, તેણે ઓલા ઈલેક્ટ્રીક પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ઈલેક્ટ્રીક બાઈક ખરીદૃી હતી. થોડા સમય બાદૃ તેમાં ખામી શરૂ થઈ ગઈ, ત્યારબાદૃ તેમણે બાઈક રિપેિંરગ કરવા માટે ઓલાને સોંપી દૃીધી. ઘણો લાંબો સમય થવા છતા હજુ સુધી બાઈક રિપેિંરગ કરીને પરત અપાઈ નથી અને હાલ તેઓની બાઈક ક્યાં છે, તેની માહિતી કંપની આપી જ નથી.ગોવાના ગ્રાહક વિવાદૃ નિવારણ પંચ ઘાડીની ફરિયાદૃને ગંભીરતાથી લીધી છે. પંચે ચોથી ફેબ્રુઆરીએ આપેલી આદૃેશમાં કહૃાું છે કે, ગ્રાહકે ઓલાને સંપૂર્ણ િંકમત ચૂકવી છતાં કંપનીએ ખૂબ જ બેજવાબદૃારભર્યું વર્તન દૃાખવ્યું છે.
કંપનીએ ગ્રાહક વિરુદ્ધ કરેલો વ્યવહાર બેજવાબદૃાર અને ઉદૃાસીન છે. આ જ કારણે ફરિયાદૃીની બાઈક વિશે સ્પષ્ટ માહિતી મળે તે માટે, પંચે ઓલા ઈલેક્ટ્રીકના ઝ્રર્ઈં અને ફાઉન્ડર ભાવિશ અગ્રવાલ ને વ્યક્તિગત હાજર થવાનો આદૃેશ આપ્યો છે. પંચે તેમને બાઈક રિપેિંરગ કરવામાં આટલો લાંબો સમય કેમ લાગ્યો અને ડિલીવરી કેમ કરવામાં આવી નથી, તેનો જવાબ આપવા આદૃેશ કર્યો છે.
પંચનો આદૃેશ છતાં ભાવિશ અગ્રવાલ હાજર થયા નથી, જેના કારણે પંચે કડક વલણ અપનાવીને બેંગલુરુ પોલીસને તેમના વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ ફટકારવાનો આદૃેશ આપ્યો છે. આદૃેશ મુજબ ૧,૪૭,૪૯૯ના રકમના જામીન વોરંટ જારી કરવામાં આવ્યા છે. પંચે તેમના બેંગલુર સ્થિત નિવાસસ્થાને વોરંટ મોકલવાનો આદૃેશ આપ્યો છે. જો તેઓ પોલીસ સમક્ષ હાજર થાય અને આ રકમ જેટલા જામીન રજૂ કરે, તો તેમની ધરપકડ ટાળી શકાય છે. પંચે આગામી સુનાવણી ૨૩ ફેબ્રુઆરી-૨૦૨૬ના રોજ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. સીઈઓ અને ફાઉન્ડર ભાવિષ અગ્રવાલે આ જ દિૃવસે હાજર થવાનું છે.