Jai Hind

૧૮૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે અજિત પવારના પુત્ર પાર્થને મોટી રાહત

પૂણેના ચર્ચિત ૧૮૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે અજિત પવારના પુત્ર પાર્થ પવારને મોટી રાહત મળી છે. તપા સમિતિએ દ્ગઝ્રઁ નેતા પાર્થ પવારને ક્લીનચીટ આપતા બે સરકારી અધિકારીઓ પર કાર્યવાહીની ભલામણ કરી છે.
અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) વિકાસ ખડગેની અધ્યક્ષતા હેઠળની તપાસ સમિતિને તપાસમાં એ જાણવા મળ્યુ કે, જમીન ડીલમાં પાર્થ પવારની કોઈ સીધી ગેરરીતિ સાબિત નથી થઈ રહી, જોકે ડીલની પ્રક્રિયામાં સામેલ બે અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદૃ હોવાનું જાણવા મળ્યું છે. આ રિપોર્ટમાં હવેલીના તહસીલદૃાર સૂર્યકાંત યેવલે અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર રવિન્દ્ર તારુ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે. બંને અધિકારીઓને પહેલાથી જ સસ્પેન્ડ કરી દૃેવામાં આવ્યા છે અને હાલમાં તેઓ જેલમાં છે. આ જમીન પૂણેના મુંઢવા વિસ્તારમાં સ્થિત છે, જેને દિૃવંગત અજિત પવાર અને સુનેત્રા પવારના પુત્ર પાર્થ પવારની ’અમેડિયા’ કંપનીએ ખરીદૃી હતી. એવો આરોપ હતો કે લગભગ ૧,૮૦૦ કરોડની બજાર િંકમત ધરાવતી આ જમીન માત્ર ૩૦૦ કરોડમાં ખરીદૃવામાં આવી હતી અને ૨૧ કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ માફ કરી દૃેવામાં આવી હતી. આ મામલો સામે આવ્યા બાદૃ રાજ્યના રાજકારણમાં તીખી પ્રતિક્રિયા જોવા મળી હતી.
વિવાદૃ વધતા તત્કાલીન ડેપ્યુટી સીએમ અજિત પવારે ડીલ રદૃ કરવાની જાહેરાત કરી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી દૃેવેન્દ્ર ફડણવીસે વિસ્તૃત તપાસનો આદૃેશ આપ્યો હતો.