Jai Hind

ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવાશે પ્રતિબંધ?

ફ્રાંસના મેક્રોને કરી અપીલ

મિત્રતા: ભારતની મુલાકાતે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની મેક્રોન દ્વારા બનાવાયેલી એઆઇ જનરેટેડ એક તસ્વીર શેર કરવામાં આવી હતી જેમાં બન્ને મહાનુભાવો હાથ વડે દિૃલનું ચિત્ર બનાવીને બન્ને દૃેશોની મિત્રતાનું પ્રતિક બતાવી રહૃાાં હોય તેમ જણાય છે. ભારત ફ્રાન્સ પાસેથી ૧૧૪ રાફેલ વિમાન ખરીદૃવાનું છે.

ઈન્ડિયા છૈં સમિટ દૃરમિયાન ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને એક અત્યંત સંવેદૃનશીલ અને મહત્ત્વના મુદ્દે વૈશ્ર્વિક સ્તરે ભારતનો સાથ માંગ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીને અપીલ કરી છે કે ભારત પણ બાળકોને સોશિયલ મીડિયાના દૃુષ્પ્રભાવથી બચાવવા માટે ફ્રાન્સ જેવી કડક નીતિ અપનાવે.વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીને અપીલ કરતા ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને જણાવ્યું કે, ’ફ્રાન્સ ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરૂ કરી રહૃાું છે.
ગ્રીસ, સ્પેન અને અન્ય યુરોપિયન દૃેશો પણ આ પહેલમાં ભાગ લઈ રહૃાા છે, અને ભારત પણ તેમાં જોડાય તેવી અપેક્ષા છે. મને ખબર છે, વડાપ્રધાન મોદૃી તમે પણ આ પહેલમાં જોડાઓ છો. જો ભારત પણ બાળકો રક્ષણ માટેના આવા પગલામાં જોડાય તો તે ખૂબ જ સારા સમાચાર હશે. બાળકોનું રક્ષણ કરવું એ ફક્ત નિયમો બનાવવાની બાબત નથી, પરંતુ સભ્યતાની બાબત છે.’ઓસ્ટ્રેલિયા પહેલા જ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી ચૂક્યું છે. જો ભારત પણ ફ્રાન્સની આ પહેલમાં જોડાય છે, તો તે વિશ્ર્વના સૌથી મોટા યુવા વસ્તી ધરાવતા દૃેશમાં સોશિયલ મીડિયાના વપરાશમાં ક્રાંતિકારી ફેરફાર લાવી શકે છે.