Jai Hind

ઈન્ડીયા AI સમીટને ખુલ્લો મુકતા વડાપ્રધાન મોદી

20થી વધુ દેશોના રાષ્ટ્રવડાઓ 100 એઆઈ ટેક ટાઈકુનની ભારતમાં હાજરી

નવી દિલ્હી: આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સમાં આગામી સમયની ભારતની ક્ષમતાના ‘શો-કેસ’ સમાન પાટનગરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાન્યુએલ મેકો તથા બ્રાઝીલના રાષ્ટ્રવડા લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વા સહિત 20 દેશોના રાષ્ટ્ર પ્રમુખો- વડાપ્રધાન અને ગુગલ-માઈક્રોસોફટ સહિતની 500થી વધુ વૈશ્ર્વિક ટેક જાયન્ટ કંપનીઓના સીઈઓ- એમડીની હાજરીમાં દેશના પ્રથમ ઈન્ડીયા એઆઈ ઈમ્પેકટ સમીટ 2026ને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ખુલ્લો મુકયો હતો તથા પુરા દિવસ ચાલનારા આયોજનમાં બપોર બાદ શ્રી મોદી ટેક જાયન્ટસ કંપનીઓના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પણ યોજાશે.
આ સમીટમાં અનેક ટેક જાયન્ટસ કંપનીઓ ભારતમાં સંયુક્ત રીતે એઆઈ પ્રોજેકટમાં 80થી100 બીલીયન ડોલરના રોકાણની જાહેરાત કરશે. પ્રથમ વખત એઆઈ ગ્લોબલ સમીટ કોઈ ગ્લોબલ સાઉથ તરીકે ઓળખાતા અને તેનું કેન્દ્ર બની ગયેલા ભારતમાં યોજાઈ રહી છે તથા પુરા દિવસ દરમ્યાન ઓપન એ આઈના સેમ ઓલ્ટમેન અને ગુગલ ડીપ માઈન્ડના ડેમીસ હસાબિલ તથા ભારતના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી આઠ કંપનીઓના વડાઓ પણ પોતાના વકતવ્ય રજુ કરશે.
અમેરિકી ચીપ નિર્માતા કંપની કલાલકોમ એ ભારતમાં એઆઈ સ્ટાર્ટઅપ સીસ્ટમને વેગ આપવા માટે ભારતમાં રૂા.150 કરોડના રોકાણની જાહેરાત કરી છે તો ગુગલના સીઈઓ સુંદર પીચાઈએ ભારતની છુપી એઆઈ ક્ષમતાની પ્રશંસા કરતા જણાવ્યું કે આ દેશમાં અગાઉથી જ સુંદર 2.0 મોજૂદ છે.
ત્રણ દિવસ અગાઉ પ્રારંભ થયેલા આ એઆઈ સમીટમાં ગુગલે સૌથી વધુ રૂા.1.25 લાખ કરોડના રોકાણની જાહેરાત કરી છે.
ભારતની મુલાકાતે આવેલા સુંદર પિચાઈએ વડાપ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરી છે. દેશમાં પ્રથમવાર એવું બનશે કે, અઈં હબ ઉભુ કરવા માટે પ્રથમવાર આટલું મોટું રોકાણ કરવામાં આવશે. આ માટે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં મેગા એઆઈ ડેટા સેન્ટર સ્થાપવામાં આવશે. આ સેન્ટર એઆઈ મોડલ ટ્રેનિંગ, ક્લાઉડ સર્વિસનું કેન્દ્ર બનશે. આ સેન્ટર પરથી ભારત અને આસપાસના લોકોની અઈં જરૂરીયાતોમાં એક મોટી ક્રાંતી સર્જાશે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું કામ કરવા માટે ઈન્ટરનેટની સ્પીડ ઝડપી હોવી જરૂરી છે, તેથી ગૂગલ ભારતને વિશ્વ સાથે જોડવા માટે સમુદ્રમાં ઈન્ટરનેટ કેબલ બિછાવશે. આ કેબલ કનેક્શનથી ભારત સિંગાપુર, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે સીધો જોડાશે. આનાથી એશિયા, આફ્રિકા અને સાઉથ અમરેકિમાં ઝડપી એઆઈ સર્વિસ મળશે.

ભારત મંડપમમાં દેશની ભવિષ્યના આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ ક્ષમતાનું પ્રદર્શન: ગુગલ સહિતની કંપનીઓના બીલીયન ડોલરના રોકાણની જાહેરાત

એપસ્ટીન ફાઈલ ઈફેકટ
બિલ ગેટસ હાજર રહેશે નહી: આખરે ફાઉન્ડેશને જાહેરાત કરી

નવી દિલ્હી: અમેરિકામાં એપસ્ટીન ફાઈલના એક બાદ એક જે પાના ખુલી રહ્યા છે તેનો પડછાયો ભારતમાં ચાલી રહેલા એઆઈ સમીટ પર પણ પડયો છે અને માઈક્રોસોફટના વ્યાપક બિલ ગેટસ હવે આ સમીટમાં હાજર રહેશે નહી અને તેમના બદલે બિલ ગેટસ ફાઉન્ડેશનના ભારત ખાતેના વડા અંકુર વોરા વકતવ્ય આપશે. બિલ ગેટસનું નામ એપસ્ટીન ફાઈલમાં ચમકતા તેમની માટે દુનિયાભરમાં જવું સંકોચની સ્થિતિ બની છે. તેઓ બિલ ગેટસ ફાઉન્ડેશન તરફથી હાજર રહેવાના હતા. એપસ્ટીન ફાઈલના કારણે તેઓ આ સમીટમાં ભાગ લેવા અંગે દ્વીધામાં હતા. એક તબકકે તેમાં સમીટમાં ભાગ લેવાના હતા તે જાહેર થયુ હતું પણ હવે તેઓ હાજર રહેશે નહી તે નિશ્ર્ચિત થયુ છે.

ક્યાં રાષ્ટ્રવડાઓ સમીટમાં સામેલ

ભૂટાન – વડા પ્રધાન શેરિંગ ટોબગે
બોલિવિયા – ઉપરાષ્ટ્રપતિ એડમંડ લારા મોન્ટાનો
બ્રાઝિલ – રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા
ક્રોએશિયા – વડા પ્રધાન આન્દ્રેજ પ્લેન્કોવિક
એસ્ટોનિયા – રાષ્ટ્રપતિ અલાર કારિસ
ફિનલેન્ડ – વડા પ્રધાન પેટેરી ઓર્પો
ફ્રાન્સ – રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન
ગ્રીસ – વડા પ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ
ગિયાના – ઉપરાષ્ટ્રપતિ ડો. ભરત જગદેવ
કઝાકિસ્તાન – વડા પ્રધાન ઓલ્ઝાસ બેક્ટેનોવ
લિક્ટેંસ્ટાઇન – વારસાગત રાજકુમાર એલોઇસ
મોરિશિયસ – વડા પ્રધાન ડો. નવીનચંદ્ર રામગુલામ
સર્બિયા – રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વુચિક
સ્લોવાકિયા – રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રિની
સ્પેન – વડા પ્રધાન પેડ્રો સાંચેઝ
શ્રીલંકા – રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયક
સેશેલ્સ – ઉપરાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિલે
સ્વિટ્ઝર્લેન્ડ – પ્રમુખ ગાય પરમેલિન
નેધરલેન્ડ્સ – વડા પ્રધાન ડિક સ્કૂફ
સંયુક્ત આરબ અમીરાત – અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન