આઇડીએફસી ફ્રોડથી ખાનગી બેન્કોને ફટકો પડવાની ધારણા: સરકારી થાપણો ઘટવાનો ભય
સરકારી વિભાગોના સેલેરી એકાઉન્ટ પણ મોટી ખાનગી બેન્કોમાંથી રાષ્ટ્રીયકૃત બેન્કોમાં ટ્રાન્સફર થઇ શકે
દેશની ખાનગી ક્ષેત્રની આઇટીએફસી ફર્સ્ટ બેન્કમાં સર્જાયેલા રૂા.590 કરોડના કૌભાંડની અસર અન્ય ખાનગી બેન્કોને પણ થઇ શકે છે. ખાસ કરીને હાલમાં જ બહાર આવેલા રિપોર્ટ મુજબ દેશની ખાનગી બેંકોના ડીપોઝીટ મેળવવાનો જે પ્રવાહ છે તે પ્રવાહ ધીમો પડ્યો છે અને આઇડીએફસી બેન્કે જે રીતે તેની શાખામાં ફ્રોડ થયો છે તે જાહેર કર્યો છે તે પછી અન્ય ખાનગી બેન્કો કે જે સરકારી વ્યવસાયમાં જોડાયેલી છે તેની સામે પણ તપાસ આવી શકે છે અને ખાસ કરીને મજબૂત સરકારી બેન્કોને ફાયદો થઇ શકે છે. આઇડીએફસી બેન્કનું ફ્રોડ સરકારી ભંડોળ પુરતો જ મર્યાદિત રહ્યો છે પરંતુ પ્રથમ વખત દેશમાં સ્મોલ બેન્કોને મંજુરી અપાયા પછી આ પ્રકારના સૌથી મોટા કૌભાંડ બહાર આવતા જ નાની બેન્કોને સૌથી પહેલા અસર થશે પરંતુ ઇકોનોમી ટાઇમ્સના અહેવાલ મુજબ અન્ય ખાનગી બેન્કોને પણ સહન કરવું પડે તો આશ્ર્ચર્ય થશે નહીં. ખાસ કરીને બેન્કો માટે જે લો-કોસ્ટ ફંડ જેવા સેવિંગ્ઝ ખાતાઓ છે અને સરકારી સેલેરી ખાતાઓ છે તે રાષ્ટ્રીય કૃત બેન્કોમાં જઇ શકે છે. હરિયાણા સરકારે જ તેની સાથે થયેલા ફ્રોડ બદલ આઇડીએફસી ફર્સ્ટ તથા એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક સાથેના તેના તમામ ખાતાઓ બંધ કરવા આદેશ આપ્યો છે અને તેને કારણે આ નાની બેન્કોના થાપણના ભંડોળ પર અસર થઇ શકે છે. બેન્કોમાં કુલ થાપણમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની 8 થી 10 ટકા થાપણો પડેલી છે અને સેલેરી એકાઉન્ટ પણ સરકારી વિભાગોના આ પ્રકારની બેન્કોમાં વધુને વધુ ટ્રાન્સફર થઇ રહ્યા હતા. એયુ સ્મોલ બેન્કોને આ કૌભાંડથી મોટી ચિંતા સર્જાઇ છે તેની સરકારી ડીપોઝીટ જે રૂા.735 કરોડ હતી તે ઘટીને 538 કરોડ થઇ ગઇ છે. જો કે આ બેન્કમાં કોઇ નાણાંકીય ગેરરીતિ બહાર આવી નથી પણ હરિયાણા સરકારે સાવચેતીના પગલા રૂપે આ નિર્ણય લીધો છે. જેની સામે મોટી ખાનગી બેન્કોની પાસે સરકારી થાપણોનો મોટો પ્રવાહ છે અને તે હવે ફરી એક વખત ખાનગી બેન્કોમાંથી સરકારી બેન્કોમાં ટ્રાન્સફર પણ થઇ શકે છે. એયુ બેન્કે હરિયાણા સરકારના એકાઉન્ટના ફ્રોડ બાદ પોતાની આંતરિક તપાસ શરૂ કરી દીધી છે. બેન્ક સાવચેતીના પગલા રૂપે આ નિર્ણય લીધો છે અને અન્ય ખાનગી બેન્કો પણ સાવધ થઇ ગઇ છે.