Jai Hind

પાઠ્ય પુસ્તકોમાંથી ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર પ્રકરણ હટાવાયુ

સુપ્રીમ કોર્ટની નારાજગી બાદૃ એનસીઇઆરટીનો મોટો નિર્ણય

ધોરણ ૮ના સામાજિક વિજ્ઞાનના નવા પુસ્તકના એક પ્રકરણમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અન્ો કેસોના ભરાવા અંગ્ો કરાયેલી ટિપ્પણીની ન્યાયિક ક્ષેત્રમાં રોષ જોવા મળ્યો હતો

શિક્ષણ જગત અને ન્યાયતંત્ર વચ્ચે સર્જાયેલા વિવાદૃ બાદૃ દ્ગઝ્રઈઇ્(નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેિંનગ) દ્વારા ધોરણ -૮ના સામાજિક વિજ્ઞાનના નવા પુસ્તક એક્સપ્લોિંરગ સોસાયટી: ઈન્ડિયા એન્ડ બિયોન્ડ(પાર્ટ-૨)ના વેચાણ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દૃેવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયના સૂત્રોએ આ માહિતીની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે મંગળવારથી જ આ પુસ્તક બજારમાંથી પાછું ખેંચી લેવામાં આવ્યું છે. આ પુસ્તકના એક પ્રકરણમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અને કેસોના મોટા બેકલોગ અંગે ટિપ્પણી કરવામાં આવી હતી, જેના કારણે દૃેશના ન્યાયિક ક્ષેત્રમાં ભારે રોષ જોવા મળ્યો છે.
આ વિવાદૃની ગંભીરતા ત્યારે વધી જ્યારે ભારતના ચીફ જસ્ટિસ (ઝ્રત્નૈં) સૂર્યકાંતે આ બાબતે કડક વલણ અપનાવ્યું. બુધવારે કોર્ટમાં વરિષ્ઠ વકીલો અભિષેક મનુ િંસઘવી અને કપિલ સિબલ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કપિલ સિબલે િંચતા વ્યક્ત કરતા કહૃાું હતું કે, ધોરણ ૮ના વિદ્યાર્થીઓને ન્યાયતંત્ર ભ્રષ્ટ છે એવું ભણાવવામાં આવે તે અત્યંત પરેશાન કરનારી બાબત છે.
તેના જવાબમાં ઝ્રત્નૈં સૂર્યકાંતે સ્પષ્ટ શબ્દૃોમાં જણાવ્યું કે, હું કોઈને પણ આ સંસ્થાને બદૃનામ કરવાની મંજૂરી આપીશ નહીં. આ એક ગંભીર બાબત છે અને આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો તે હું સારી રીતે જાણું છું.
નવા પુસ્તકમાં સમાવિષ્ટ આ વિવાદૃાસ્પદૃ પ્રકરણમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, સામાન્ય લોકો ન્યાયતંત્રના વિવિધ સ્તરો પર ભ્રષ્ટાચારનો અનુભવ કરે છે, જેના કારણે ગરીબ અને વંચિત લોકો માટે ન્યાય મેળવવો મુશ્કેલ બની જાય છે. આ સાથે જ ૨૦૧૭થી ૨૦૨૧ દૃરમિયાન મળેલી અંદૃાજે ૧,૬૦૦ જેટલી ફરિયાદૃોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, જૂના પુસ્તકોમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા અને માળખા વિશે જ માહિતી હતી, તેમાં ભ્રષ્ટાચાર જેવો કોઈ ઉલ્લેખ નહોતો.
સુપ્રીમ કોર્ટે દ્ગઝ્રઈઇ્ના ધોરણ ૮ના નવા પાઠ્યપુસ્તકમાં ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર અને પેન્ડિંગ કેસો અંગેના પ્રકરણ સામે સુઓ મોટો લઈને કડક નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આ મામલે અત્યંત ગંભીર વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ ન્યાયતંત્રને બદૃનામ કરવાની મંજૂરી કોઈને પણ આપશે નહીં અને આ પગલું તેમને ઈરાદૃાપૂર્વકનું લાગી રહૃાું છે. આ વિવાદૃ ત્યારે વકર્યો જ્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટનું ધ્યાન દૃોર્યું કે નાના વિદ્યાર્થીઓને ન્યાયતંત્ર ભ્રષ્ટ હોવાનું ભણાવવું એ િંચતાનો વિષય છે, જ્યારે જસ્ટિસ બાગચીએ તેને બંધારણના મૂળભૂત માળખા વિરુદ્ધ ગણાવ્યું હતું.