૪૦ કલાક અવિરત ઓઇલ નીકળી રહૃાું છે
રાજસ્થાનના બાડમેરના કૌખેડા ગામમાં એક ખેડૂતના ખેતરમાંથી ક્રૂડ ઓઇલ લીક થતાં ભારે સનસનાટી મચી ગઈ. છેલ્લા ૪૦ કલાકથી ખેતરમાંથી ક્રૂડ ઓઇલ નીકળી રહૃાું છે. નજીકમાં જ એક ઓઇલ ફીલ્ડ પણ આવેલી છે. આ ઘટના બાદૃ ઓઇલ ફીલ્ડના કામદૃારો ખાડો ખોદૃીને ટેક્ધરો ભરી ભરીને તેલ કાઢી રહૃાા છે.
કંપનીના અધિકારીઓ કહે છે કે તેઓ લીકેજના સોર્શની તપાસ કરી રહૃાા છે અને ટૂંક સમયમાં ઉકેલ શોધવાની આશા છે. દૃરમિયાન ખેતરના માલિક અને ખેડૂતોનું કહેવું છે કે તેલ ફીલ્ડમાંથી જ્વલનશીલ ગેસ નીકળી રહૃાો છે અને ટ્યુબવેલમાંથી પણ પાણીમાં મિશ્રિત ક્રૂડ ઓઇલ લીક થઈ રહૃાું છે. સ્થાનિક રહેવાસીઓને ક્રૂડ ઓઇલ મિશ્રિત પાણી પીવાની ફરજ પડી રહી છે.
કંપનીના કર્મચારીઓ રાત્રે ક્રૂડ ઓઇલમાંથી દૃબાણ ઉત્પન્ન કરવા માટે વિસ્ફોટ કરે છે. આનાથી આસપાસના ઘરોમાં તિરાડો પડી રહી છે અને ગામના ઘણા ઘરોને નુકસાન થઈ રહૃાું છે.
ત્રણ દિૃવસથી આવી પરિસ્થિતિ છે.