હિમાચલ પોલીસને જાણ કર્યા વગર જ દિલ્હી પોલીસે યુવા કોંગ્રેસના ત્રણ કાર્યકર્તાઓની ધરપકડ કરતા અપહરણનો ગુન્હો નોંધાયો
નવી દિલ્હી: હાલમાં જ દિલ્હીમાં યોજાયેલા એઆઈ સમીટમાં યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ જે રીતે અમેરિકા સાથેની વ્યાપાર-સમજુતીનો વિરોધ કરવા શર્ટલેસ દેખાવો કર્યા તેમાં હવે આ મુદો વધુ રાજકીય ઉપરાંત જો રાજયોની પોલીસના અધિકારક્ષેત્ર અને ટકકરનું કારણ બની ગયો છે. દિલ્હી પોલીસે યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે પાટનગરમાં જે એફઆઈઆર નોંધી હતી તે સંદર્ભમાં હાલ ધરપકડનો દૌર ચલાવી રહી છે અને તેના ભાગ રૂપે દિલ્હી પોલીસની 13 સભ્યોની ટીમ ગઈકાલે સાંજે પાંચ વાગ્યે હિમાચલમાં પહોંચી હતી અને અહીના રોહદૂ સ્થિત નામો રીસોર્ટમાં જઈને એઆઈ સમીટમાં દેખાવોનો ભાગ લેનાર પનામા યુવા કોંગ્રેસના ત્રણ કાર્યકર્તાઓની ધરપકડ પણ કરી પણ તેઓએ આ અંગે હિમાચલ પોલીસને અંધારામાં રાખી હતી પણ સિમલા પોલીસને આ ધરપકડ અંગે જાણ થતા જ સ્થાનિક સ્તરે નાકાબંધી કરીને ધરમપુરમાં દિલ્હી પોલીસની ટીમને રોકીને આ પ્રકારની આંતરાજય કામગીરીમાં સ્થાનિક પોલીસને જાણ કરી તેનો સાથ લેવા જરૂરી છે.
દિલ્હી પોલીસના અધિકારીઓ સહિત જવાનોની અટકાયત કરી હતી. દિલ્હી પોલીસની ટીમ તેમાં એફઆઈઆરના આધારે ધરપકડ કરી રહી છે તે દર્શાવવા પ્રયાસ કર્યો. બાદમાં તેઓને સિમલા કોર્ટમાં રજુ કરતા કોર્ટે દિલ્હી પોલીસને મુક્ત કરી તેઓએ જે ત્રણ લોકોની ધરપકડ કરી છે તેઓને સાથે લઈ જવાની પણ છુટ આપી હતી.
જો કે દિલ્હી ભણી જઈ રહેલા કાફલાને ફરી તેઓને શોધી પાસે રોકીને તેની સામે અપહરણની ફરિયાદ નોંધાવાઈ હોવાનું જણાવી તપાસમાં સહકાર આપવા જણાવાયુ હતું. આ બાદ પુરી રાત્રીના ડ્રામા ચાલ્યો હતો. સિમલા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ તેમાં સામેલ થયા હતા.
બાદમાં રાત્રીના યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ સમયે જે સીઝર મેમો, ડીવીઆર વિ. સીમલા પોલીસને પરત સોપ્યા હતા. મોડીરાત્રીના દિલ્હી પોલીસના છુટકારો થવા અને ત્રણેય આરોપીઓને પણ સોંપી દેવાયા હતા. જેઓને રાત્રીના 1 વાગ્યે સ્થાનિક મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરીને દિલ્હી માટેના ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મેળવી દિલ્હી પોલીસ વહેલી સવારે પરત પાટનગર જવા રવાના થઈ હતી પણ આ મુદો રાજકીય રીતે ગરમ બની ગયો છે.