વિદૃેશથી ચાલતા સાયબરફ્રોડ રોકવા સરકારનો નિર્ણય
વેબ વર્ઝન પણ ૬ કલાકમાં લોગઆઉટ: સિમકાર્ડ વિના ટેલિગ્રામ, સિગ્નલ, શેરચેટ પણ કામ નહીં કરે
ભારત સરકારના નવા ટેલિકોમ સાયબર સિક્યોરિટી નિયમો હેઠળ 1 માર્ચ 2026થીWhatsApp અને અન્ય મેસેજિંગ એપ્સ (જેમ કે Telegram, Signal, Snapchat, ShareChat, JioChat વગેરે)માં ‘SIM બાઇન્ડિંગ’ ફરજિયાત બની જશે.
આનો અર્થ એ થાય કે WhatsApp એકાઉન્ટ તમારા ફોનમાં રજિસ્ટર્ડ અને એક્ટિવ સિમ કાર્ડ સાથે જોડાયેલું રહેશે – જો સિમ કાર્ડ ફોનમાંથી કાઢી નાખો, નિષ્ક્રિય થઈ જાય અથવા બદલાઈ જાય તો એપ કામ કરવાનું બંધ કરી દેશે. આ નિયમ સાયબર ફ્રોડ અને ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે લાગુ કરવામાં આવ્યો છે.
SIM બાઇન્ડિંગ શું છે? એપમાં રજિસ્ટર્ડ નંબરનું સિમ કાર્ડ ફોનમાં હોવું અને એક્ટિવ હોવું જરૂરી છે. સિમ કાઢી નાખવાથી એપ બંધ થઈ જશે (અગાઉ OTP વેરિફિકેશન પછી એપ ચાલતી રહેતી હતી).
વેબ/લેપટોપ વર્ઝન: ઠવફતિંઆા ઠયબ અથવા ડેસ્કટોપ પર દર 6 કલાકે ઓટોમેટિક લોગઆઉટ થશે, અને ચછ કોડથી ફરી લોગિન કરવું પડશે (આ પણ સિમ વેરિફિકેશન સાથે જોડાયેલું).
અમલ તારીખ: 1 માર્ચ 2026થી અમલમાં આવશે. ઉજ્ઞઝએ 28 નવેમ્બર 2025ના આદેશમાં 90 દિવસની મુદત આપી હતી, જે 28 ફેબ્રુઆરીએ પૂરી થાય છે અને હવે વધારાનો સમય આપવાનો ઇનકાર કર્યો છે.
અસરગ્રસ્ત એપ્સ: WhatsApp, Telegram, Signal, Snapchat, ShareChat, JioChat, Arattai, Josh વગેરે.
કારણ: સરકારનું કહેવું છે કે આ નિયમથી વિદેશમાંથી ચાલતા સાયબર ફ્રોડ અને નંબરના દુરુપયોગને રોકી શકાશે (જેમ કે સિમ કાઢીને અથવા નિષ્ક્રિય કરીને ફ્રોડ કરવું).
જો તમારું ઠવફતિંઆા નંબરનું સિમ ફોનમાં ન હોય તો એપ ખુલશે નહીં અથવા કામ કરશે નહીં. ટ્રાવેલ દરમિયાન આંતરરાષ્ટ્રીય રોમિંગ અથવા ડ્યુઅલ સિમ યુઝ કરતા યુઝર્સને મુશ્કેલી પડી શકે છે.
ઠવફતિંઆા ઠયબ પર દર 6 કલાકે લોગઆઉટ થશે, જેનાથી લાંબા સમય સુધી ચેટ કરવામાં અડચણ આવશે. લેન્ડલાઇન અથવા વર્ચ્યુઅલ નંબર પર રજિસ્ટર્ડ એકાઉન્ટને અસર થઈ શકે છે.
સરકાર અને કંપનીઓનું સ્ટેન્ડ :
ઉજ્ઞઝએ કોઈ એક્સ્ટેન્શન આપ્યું નથી અને કહ્યું છે કે આ નિયમ રાષ્ટ્રીય સુરક્ષા અને ફ્રોડ રોકવા માટે જરૂરી છે. WhatsApp આ નિયમને અમલમાં મૂકવા માટે ફીચર ટેસ્ટ કરી રહ્યું છે, જેમાં બેકગ્રાઉન્ડમાં સિમ વેરિફિકેશન થશે.
(ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયા)એ વિરોધ કર્યો છે કે આ નિયમ યુઝર અનુભવને ખરાબ કરશે અને ફ્રોડ ઘટાડવામાં મર્યાદિત અસર કરશે.
સલાહ :
તમારું સિમ કાર્ડ એક્ટિવ અને ફોનમાં રાખો.જો સિમ બદલવાનું હોય તો ઠવફતિંઆા નંબર ચેન્જ કરી લો. વેબ વર્ઝન વાપરતા હો તો દર 6 કલાકે રી-લોગિન તૈયાર રાખો.