Jai Hind

ભારતીય નૌસેનામાં સ્વદેશી યુદ્ધજહાજ INS અંજદીપનો સમાવેશ

‘આત્મનિર્ભર ભારત’ હેઠળ બનેલું પ્રથમ એન્ટી-સબમરીન શિપ, 77 મીટર લાંબું, 100 ક્નોટથી વધુ સ્પીડ, અદ્યતન સોનાર અને ટોર્પિડો સિસ્ટમથી સજ્જ

ભારતીય નૌસેનામાં સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ શ્રેણીનું યુદ્ધપોત ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ યુદ્ધપોતનું નામ ઈંગજ અંજદીપ રાખવામાં આવ્યું છે.
આ જહાજનું નિર્માણ ‘આત્મનિર્ભર ભારત’ પહેલ હેઠળ કરવામાં આવ્યું છે અને તેમાં મોટા પાયે સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે. ખાસ કરીને યુદ્ધપોતના બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલ વિશેષ ગ્રેડનું સ્ટીલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે.
INS અંજદીપનું નિર્માણ કોલકાતામાં સ્થિતGarden Reach Shipbuilders and Engineers (GRSE) દ્વારા કરવામાં આવ્યું છે. આ જહાજ ખાસ કરીને ઓછી ઊંડાઈ ધરાવતા દરિયાઈ વિસ્તારોમાં દુશ્મન પનડૂબીઓને શોધી કાઢવા અને નિષ્ફળ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
આ યુદ્ધપોતમાં આધુનિક સોનાર સિસ્ટમ, લાઇટવેઇટ ટોર્પેડો અને એન્ટી-સબમરીન હથિયારો જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આશરે 77 મીટર લાંબું આ જહાજ ઊંચી ગતિએ કામગીરી કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે.INS અંજદીપ ASW-SWC પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલા જહાજોમાં ત્રીજું છે. આ પહેલા INS Arnala A“¡ INS Androthને નૌસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. આ શ્રેણીના જહાજો જૂના અભય-શ્રેણીના જહાજોને બદલવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. રક્ષા મંત્રાલય અને નૌકાદળે જણાવ્યું કે આ જહાજની ડિઝાઇન અને બાંધકામમાં ભારતીય કંપનીઓ અને ખજખઊઓનો મોટો ફાળો છે. આ પ્રોજેક્ટથી સ્વદેશી રક્ષા ઉદ્યોગને મજબૂતી મળી છે અને ભવિષ્યમાં વધુ આવા જહાજો બનાવવાનો માર્ગ મોકળો થયો છે.INS અંજદીપને ટૂંક સમયમાં ભારતીય નૌકાદળમાં સમાવેશ કરવામાં આવશે અને તે પૂર્વીય અને પશ્ચિમી નૌકાદળના કમાન્ડ હેઠળ કાર્યરત રહેશે.
આ નવા યુદ્ધપોતના સમાવેશથી ભારતીય નૌસેનાની તટીય સુરક્ષા વધુ સશક્ત બનશે અને દરિયાઈ સીમાઓની દેખરેખ વધુ અસરકારક રીતે થઈ શકશે. સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપતી આ પહેલ રાષ્ટ્રીય સુરક્ષા દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.