Jai Hind

૧૬ વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

કર્ણાટક સરકારે પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે રાજ્યનું બજેટ (૨૦૨૬-૨૭) રજૂ કરતી વખતે આ મોટું એલાન કર્યું

ભારતમાં પહેલીવાર કોઈ રાજ્યએ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. કર્ણાટક સરકારે રાજ્યમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે રાજ્યનું બજેટ (૨૦૨૬-૨૭) રજૂ કરતી વખતે આ મોટું એલાન કર્યું હતું. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના મતે, બાળકોમાં મોબાઈલના વધતા જતા વપરાશની અત્યંત પ્રતિકૂળ અસરો જોવા મળી રહી છે. સરકાર ઇચ્છે છે કે, બાળકોમાં વધી રહેલી મોબાઈલ ફોનની લતને રોકવી જરૂરી છે. ઓનલાઇન ગેિંમગ અને સોશિયલ મીડિયાના કારણે બાળકોના શિક્ષણ, શારીરિક ફિટનેસ અને માનસિક સ્વાસ્થ્ય પર પડી રહેલી નકારાત્મક અસરો પડી રહી છે. ગયા મહિને બેંગલુરુમાં આયોજિત કુલપતિ સંમેલનમાં મુખ્યમંત્રીએ આ મુદ્દે ગંભીર ચર્ચા કરી હતી અને શિક્ષણવિદૃોના મંતવ્યો પણ મંગાવવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર પ્રતિબંધની સાથે સરકારે ટેકનોલોજી ક્ષેત્રે પણ મોટી જાહેરાતો કરી છે. બેંગલુરુ રોબોટિક્સ અને છૈં ઇનોવેશન ઝોન: ૈૈંંજીષ્ઠ હેઠળના છૈં અને ટેક પાર્ક દ્વારા ૈંર્જીઇં અને ર્ીહૈષ્ઠજ ના સહયોગથી એક અત્યાધુનિક રોબોટિક્સ અને છૈં કેમ્પસ સ્થાપવામાં આવશે. વિકાસ અને કલ્યાણનો સમન્વય: સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લાંબા ગાળાના આર્થિક પરિવર્તન સાથે જનકલ્યાણના કાર્યક્રમોને સંતુલિત કરવાની વ્યૂહરચના અપનાવી છે.
પોતાનું ૧૭મું બજેટ રજૂ કરતા સિદ્ધારમૈયાએ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકાર ફેડરલ સિસ્ટમનું પાલન ન કરીને કર્ણાટક સાથે અન્યાય કરી રહી છે. તેમણે માંગ કરી હતી કે કેન્દ્ર સરકારે રાજ્યની માંગણીઓ પ્રત્યે વધુ સંવેદૃનશીલ બનવું જોઈએ. ઓસ્ટ્રેલિયા અને અન્ય ઘણા દૃેશો બાદૃ હવે ભારતનું કર્ણાટક રાજ્ય પણ બાળકોને ડિજિટલ દૃુનિયાના જોખમોથી બચાવવા માટે કડક કાયદૃા તરફ આગળ વધી રહૃાું છે.