નવી દિલ્હી: રાજયસભાની 37 બેઠકો માટે ઉમેદવારી પત્રકોનો સમય પુરો થતા હવે તા.16 માર્ચના બિહાર, હરિયાણા-ઓડીસામાં મતદાન થશે અને ત્રણેય રાજયમાં ભાજપ એ વિપક્ષના ગઢમાં ગાબડા પાડવાની તૈયારી કરી છે. રસપ્રદ મુકાબલો હરિયાણામાં થશે જયાં બે બેઠકો માટે ત્રણ ઉમેદવાર મેદાનમાં છે. જેમાં સતીષ નાંદલ એ સ્વતંત્ર ઉમેદવાર તરીકે મેદાનમાં છે. વિધાનસભાના સંખ્યાબળ મુજબ ભાજપ-કોંગ્રેસ 1-1 બેઠક જીતી શકે છે અને ભાજપ પાસે 22 સરપ્લસ અપક્ષને ટ્રાન્સફર કરે તો પણ નવ મતો ઘટશે તેથી કોંગ્રેસની ચિંતા છે. અહીં પક્ષના વરિષ્ઠ નેતા ઉદયમાન અને અશોક તેવર જેવા વરિષ્ઠ નેતાઓને બદલે લો પ્રોફાઈલ કર્મવીરસિંહ બૌદ્ધને ઉમેદવાર બનાવ્યા છે. જયારે ભાજપના સાંસદ સંજય ભાટીયા ઉમેદવાર છે.
ભાજપ પક્ષને જીતાડવા કોંગ્રેસના ગઢમાં ગાબડુ પડે તે થઈ રહ્યો છે. ચાર બેઠકો માટે પાંચ ઉમેદવાર છે. ભાજપ-જનતાદળ 2-2 બેઠકો લડે છે. 202 મતો ભાજપ પાસે છે તે તમામ 4 ઉમેદવાર જેમાં નીતીશકુમાર અને નીતીન નબીન સામેલ છે તેઓ ઉપરાંત અન્ય બે ઉમેદવારો પછી એક ઉપેન્દ્ર કુશવાહાને એનડીએ એ જીતાડવા ખાતરી આપી છે. જેમાં 41 મતમાં ભાજપ-જનતાદળ પાસે 38 મતો છે. ત્રણ મત માટે તે વિપક્ષના કોઈ પણ ગઢમાં ગાબડુ પાડશે. ઓડીસામાં ચાર બેઠકોમાં ભાજપ બે જીતી શકે છે. જયારે બીજેડી એક જીતી શકે તેટલા મતો છે પણ ચોથી બેઠક માટે ભાજપ-બીજેડીએ પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે પણ કોઈ પાસે 30 મતો નથી તેથી કોણ કોનામાં ક્રોસ વોટીંગ કરાવી શકે છે તેના પર નજર છે.