જામનગરની સયાજી હોટલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારી રત્નોના સન્માનનો રંગારંગ કાર્યક્રમ યોજાયો : જામનગર-દ્વારકાના સાંસદ શ્રી પૂનમબેન માડમ, જામનગરના કલેક્ટર શ્રી કેતન ઠક્કર, અધિક નિવાસી કલેક્ટર શ્રી શારદા કાથડ, એમ.પી. શાહ, મેડિકલ કોલેજના ડીન શ્રી ડો. નંદીનીબેન દેસાઈ, શહેર ભાજપ અધ્યક્ષા શ્રી બિનાબેન કોઠારી, ઉદ્યોગ સાહસિક શ્રી મયુરીબેન કોટેચા ઉપસ્થિત રહ્યા
સૌરાષ્ટ્રનું અગ્રણી અખબાર, ગ્રામીણ જનતાનો ધબકાર અને લોકપ્રશ્નોને સતત વાચા આપતું ’જય હિન્દ’ દૈનિક માત્ર સમાચાર જ નહીં, પણ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં પણ હંમેશા મોખરે રહ્યું છે. આ પરંપરાને જાળવી રાખતા, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જામનગર ખાતે સમાજમાં વિશિષ્ટ પ્રદાન આપનાર મહિલાઓના સન્માનનો એક ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર કલેક્ટર શ્રી કેતન ઠક્કર, અધિક નિવાસી કલેક્ટર શ્રી શારદા કાથડ, જામનગર-દ્વારકાના સાંસદ શ્રી પૂનમબેન માડમ, જિલ્લા પોલીસ વડા શ્રી રવિમોહન સૈની, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન. મોદી, શ્રી એમ.એસ.એફ.એલ.ના ડાયરેક્ટર શ્રી દિયા ધ્રુવ મારવાડી એમ.પી. શાહ, મેડિકલ કોલેજના ડીન શ્રી ડો. નંદીનીબેન દેસાઈ, શહેર ભાજપ અધ્યક્ષા શ્રી બિનાબેન કોઠારી, શ્રી અદિતિ વૈષ્ણવ, ઉદ્યોગ સાહસિક શ્રી મયુરીબેન કોટેચા ઉપસ્થિત રહ્યા હતાં.
જય હિન્દ દૈનિક માત્ર સમાચાર પુરતુ જ નહીં પણ સમાજના હિતોને ધ્યાનમાં રાખે છે તેમજ સમાજ પ્રત્યેની જવાબદારી હંમેશને માટે ઉપાડી છે. સમાજ પ્રત્યેની જવાબદારીના ભાગરૂપે વિશ્ર્વર મહિલા દિવસે જય હિન્દ દૈનિક દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપી સમાજને આગળ વધારવામાં મદદરૂપ થનાર, સમાજનું નામ રોશન કરનાર 17 નારી શક્તિઓનું સન્માન કર્યુ હતું. તા. 8 માર્ચ, 2026 અને રવિવારના રોજ બપોર બાદ જામનગરની સુપ્રસિદ્ધ હોટલ સયાજી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓના ઉત્કર્ષ અને તેમની સિદ્ધિઓને બિરદાવવાના હેતુથી યોજાયેલા આ સમારોહમાં શહેરના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.આને મહેમાનો ના હસ્તે 17 મહિલા રત્નોનું બહુમાન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ હતી કે, સમાજના જુદા જુદા ક્ષેત્રોમાં નિ:સ્વાર્થ ભાવે સેવા આપનાર અને સંઘર્ષ કરીને આગળ આવનાર 17 મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી. આ મહિલાઓને મંચ પર મહાનુભાવોના હસ્તે યાદગાર શિલ્ડ વિશેષ ભેટ, સન્માન પત્ર આપીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. જ્યારે આ નારી શક્તિઓનું સન્માન થઈ રહ્યું હતું, ત્યારે હોલ ’તાળીઓના ગડગડાટ’ થી ગુંજી ઉઠ્યો હતો. ઉપસ્થિત જનમેદનીએ ઊભા થઈને આ મહિલાઓના જુસ્સાને વધાવ્યો હતો.
મહિલા શક્તિને વંદન
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે, ’જય હિન્દ’ દૈનિક હંમેશા છેવાડાના માનવીના અવાજને સ્થાન આપે છે. આજના દિવસે આ સન્માન માત્ર 17 મહિલાઓનું નથી, પરંતુ સમગ્ર નારી શક્તિના સામર્થ્યનું સન્માન છે. સેવા, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સુધારણા જેવા ક્ષેત્રોમાં આ મહિલાઓએ આપેલું યોગદાન અન્ય યુવતીઓ માટે પ્રેરણારૂપ બનશે.
ઉમટી પડેલી માનવ મેદની
રવિવારનો દિવસ હોવાથી અને ’જય હિન્દ’ પ્રત્યેના લોકોના વિશ્વાસને કારણે કાર્યક્રમમાં હકડેઠઠ જનમેદની ઉમટી પડી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ’જય હિન્દ’ પરિવારના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી.
મહિલાઓએ પોતાના નિર્ણયો જાતે લેવા જોઈએ : શ્રી કેતન ઠક્કર, કલેક્ટર
જય હિન્દ દૈનિક દ્વારા આયોજિત મહિલાઓના સન્માન પ્રસંગે ઉપસ્થિત જામનગર જિલ્લાના કલેક્ટર કેતન બી. ઠક્કર દ્વારા જય હિન્દના આ પ્રયાસ ને આવકારી મહિલાઓની દરેક ક્ષેત્રોમાં ભાગીદારી વધી રહી છે ત્યારે પ્રોત્સાહિત કરવા માટે એક સમાચાર પત્ર સમાજમાં આગળ આવતા આ જય હિન્દ દૈનિકની પહેલને બિરદાવી હતી. અને જામનગર જિલ્લામાં ચોમેર પોતાનું કૌવત દેખાડી 17 જેટલી મહિલાઓને સન્માનિત થવાના અવસરે કલેકટર કેતન ઠક્કરે પણ શુભેચ્છાઓ પાઠવી હતી અને તેઓ ઉતરોતર પ્રગતિના સોપાનો સર કરે તેવી શુભકામનાઓ પણ વ્યક્ત કરી હતી. સાથે સાથે સમગ્ર નારી જગતને વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ પણ કલેક્ટરે જય હિન્દ દૈનિકના મંચ પરથી પાઠવી હતી. ડગલેને પગલે બહેનો કામ કરતા હોય છે. પોલીસ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, એડમિનિસ્ટ્રેશનમાં વર્ષોથી કામ કરતા જોઈ રહ્યો છું. હોસ્પિટલ મેનેજમેન્ટમાં પણ મહિલાઓની કાબિલેદાદ કામગીરી છે. ગૃહિણીઓની પણ કોઈ નબળી વાત નથી. મારી બંને દીકરીઓ ડોક્ટર્સ છે. તેને ડોક્ટર્સ બનાવવામાં મારું યોગદાન ઓછું છે પરંતુ મારા પત્ની વિશેષ ધ્યાન રાખી રહ્યા છે. અને તેની આ સીધી પાછળ મોટો ફાળો તેમનો છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે ત્યારે હવે ટેકનોલોજી ક્ષેત્રે પણ મહિલાઓ આગળ વધી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ ંકે, નારીએ પોતાના નિર્ણયો જાતે લેવા જોઈએ ગૃહિણીઓ પણ ઘરની તમામ જવાબદારી પોતાના ખભ્ભા પર લે છે પરિવારને એક મજબુત દોરાથી જોડી રાખે છે એટલે ગૃહિણી હોવુએ નબળી વાત નથી. આ ઉપરાંત આજે મહિલાઓ પ્લેન પણ ઉડાડે છે જ્યારે આપણે કોઈ પ્લેનમાં મુસાફરી કરતા હોય અને પ્લેન ઉડાડનાર કોઈ મહિલા કેપ્ટન હોય તો એનાઉસમેન્ટ સમયે નામ સાંભળીને આશ્ર્ચર્યમાં પડવુ નહીં આજે દીકરીઓ દેશની સુરક્ષા કરી રહી છે તે જોઈને આનંદની અનુભૂતિ થાય છે.
મહિલાઓ ઘરની જવાબદારીની સાથે સમાજમાં ઉત્તમ યોગદાન આપે છે : શ્રી પૂનમબેન માડમ, સાંસદ જામનગર-દ્વારકા
જયહિન્દ દ્વારા આયોજિત મહિલા સન્માન સમારોહમાં સંબોધન કરતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ એ જણાવ્યું હતું કે મહિલા દ્વારા ગમે તેટલી પ્રગતિ કરવામાં આવે પણ સૌથી પહેલી શંકા અને પ્રશ્નો તેની ઉપર જ ઉપસ્થિત થતા હોય છે. જ્યાં સુધી સફળતાના શિખર હોય ત્યાં સુધી વાંધો નથી હોતો. પરંતુ જરાક પણ નિષ્ફળતા અથવા સામાન્ય અડચણ થાય તો પણ પ્રશ્નો ઊભા થાય છે. એવા પણ અમુક લોકો સમાજમાં હોય છે. અને તમામ મહિલાઓને આમાંથી પસાર થવું પડે છે .આજે જે મંચ ઉપર તમે લોકો પહોંચ્યા છો ત્યાં પહોંચવું પુરુષ માટે કેટલુંક સહેલું હોય છે પરંતુ મહિલા ને ઘણા સંઘર્ષ કરવો પડે છે. મહિલા ને ઘણી બધી જવાબદારીઓ નિભાવવી પડતી હોય છે આથી પુરુષ કરતાં તેને વધુ સંઘર્ષ કરવો પડે છે . મહિલા ઘરની પણ જવાબદારી નિભાવે છે સાથે સાથે સમાજમાં પોતાનું ઉત્તમ યોગદાન આપતી રહે છે. તેમણે આ તકે પોતાના પિતા સ્વર્ગસ્થ હેમંતભાઈ માડમ ને પણ યાદ કર્યા હતા ત્યારે તેઓ ખૂબ જ ભાવુક બન્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પિતા હેમંતભાઈ ભાઈ પોતાની દૂરંદેશી સમજ અને આવડત ના કારણે પોતાનામાં એ ગુણ જોયા હતા. અને મારી દીકરી એક વખત ધારાસભ્ય બનશે તેવી તેને ચોક્કસ ખાતરી હતી. ઘરમાં એવું કહેવામાં આવતું હતું કે એવા કોઈ વાક્યનો ઉપયોગ કરવો નહીં કે દીકરો આ કરી શકે અને દીકરી આ ના કરી શકે. પરિવારમાં મારો ઉછેર દીકરી તરીકે નહીં પણ બાળક તરીકે થયો હતો. પરંતુ મારા પિતાના આશીર્વાદ તેમજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોના આશીર્વાદથી આજે હું સંસદ સુધી પહોંચી છું.તેમના સપનાઓ પૂરા કરવા અને મારે પણ સમાજને કાંઈક આપવું છે એવા નિશ્ચય સાથે હું રાજકારણમાં આવી હતી. અને આજે જે કાંઈ પણ મારા દ્વારા સેવા થાય છે તે કરી રહી છું. હું ખંભાળિયામાં ધારાસભ્ય તરીકે ચૂંટાઇ અને ત્યાર પછી સંસદ સભ્ય તરીકે લોકો ની સેવાઓ પરિપૂર્ણ કરવા હર હંમેશા તત્પર રહું છું આ મારી ત્રીજી ટર્મ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોતાની સંઘર્ષની કહાની કઠિન લાગે છે પરંતુ જ્યારે અન્ય કોઈના સંઘર્ષની કહાની સાંભળીએ ત્યારે તે સહેલી હોય તેવું લાગે છે. આકે તેમણે જય હિન્દના સોલોનીબેન શાહ ને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આજે તમે એવા લોકોનું સન્માન કર્યું છે જેનાથી ગર્વની લાગણી અનુભવી શકાય.છે. તેઓએ કાર્યક્રમમાં મોડા પહોંચવા બદલ જણાવ્યું હતું કે કચ્છમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં અચાનક જવાનું થયું ત્યારથી હું સીધી જ જયહિંદ ના કાર્યક્રમમાં આવી છું. જોકે હું સલોનીબેન ન સતત સંપર્ક માં હતી અને આવવા માટે નું કમિટમેન્ટ પણ આપ્યું હતું.આમ આજના આ કાર્યક્રમ અંગે તેમણે રાજીપો વ્યક્તિ કરી જયહિન્દ પરિવાર અને ટીમ ને તેમજ સન્માનિત તમામ મહિલાઓ ને શુભેચ્છા પાઠવી હતી.
કોને-કઈ કેટેગરીમાં એવોર્ડ
નામ કેટેગરી
કોન્સ્ટેબલ શ્રી ભારતીબેન બ્રેવરી એવોર્ડ
કોન્સ્ટેબલ શ્રી રેખાબેન બ્રેવરી એવોર્ડ
શ્રી એસ.એમ. કાથડ ડીસ્ટ્રીક્ટ એક્સલન્સ
શ્રી અદિતી વૈષ્ણવ સ્પેશીયલ અચીવમેન્ટ
શ્રી મીનાબેન ભૂપતભાઈ વાળા એક્સલન્સ ઈન ડિસીપ્લીન
શ્રી એમ.એમ. મહેતા એક્સલન્સ ઈન વૂમન્સ મેટેન્શીયલ
શ્રી ડો. દીપમાલા નારી શક્તિ
શ્રી ભાવનાબેન મંડલી હ્યુમીનીટી હીરો
શ્રી ડો. મંજુબેન અરશીભાઈ ગાગલિયા ઈન્સ્પાયરિંગ એજ્યુકેટર
શ્રી ડિમ્પલબેન મેહતા વુમન્સ સ્પેશિયલ નીડ્સ
શ્રી હેમાબેન શારડા આઉટસ્ટેન્ડીંગ વૂમન
શ્રી જીજ્ઞાબેન જેસડિયા એક્સલન્સ ઈન વૂમન વેલફેર
શ્રી મીનાક્ષીબેન દવે બ્રેવરી ઓફ ધ યર
શ્રી લીરીબેન માડમ બેસ્ટ કલ્ચરલ પર્ફોમન્સ
શ્રી રેખાબેન નંદા એક્સલન્સ ઈન સોશ્યિલ વેલ્ફેર
દેવતાઓના નામમાં પણ સૌપ્રથમ દેવીનું નામ લેવાય છે : શ્રી મયુરીબેન કોટેચા ઉદ્યોગ સાહસિક
જય હિન્દ દૈનિક દ્વારા આયોજિત મહિલાઓના સન્માન પ્રસંગે ઉપસ્થિત મધુસુદન મસાલા ના મયુરીબેન કોટેચા એ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, દરેક દેવતાઓના ફોટામાં દેવીઓ સાથે હોય છે. દરેક દેવતાઓના નામમાં પણ સૌ પ્રથમ દેવીનું નામ લેવામાં આવે છે જેમ કે રાધે ક્રિષ્ના, સીતારામ, લક્ષ્મીનારાયણ ત્યારે આજે સ્ત્રી પુરુષ સમોવડી થઈ છે. અને તમામ કામમાં હાથ બટાવે છે તેવા સમયે આજનો સમાજ પણ સ્ત્રીઓને સ્વીકારતો થયો છે. ઘરની દેખભાળ કરતી સ્ત્રી હવે ઘર ચલાવવા માટે પણ કદમથી કદમ મિલાવી રહી છે. ત્યારે જય હિન્દ દૈનિક દ્વારા મહિલાઓની વિશ્વ મહિલા દિવસે જ કદર કરી સમાજમાં પ્રતિષ્ઠા પૂર્ણ આગળ વધી રહેલી સ્ત્રીઓના સન્માનને લઈને રાજીપો વ્યક્ત કરું છું.
મીડિયામાં સૌથી સન્માનપૂર્વક નામ લઈ શકાય તો તે જયહિન્દ શ્રી ડો. નંદીની દેસાઈ, એમ.પી. શાહ, મેડિકલ કોલેજ ડીન
જામનગર ની એમ પી શાહ મેડિકલ કોલેજ ડીન ડો.નંદીની દેસાઈ એ ઉપસ્થિત મહિલા ઓ ને સંબોધતા જણાવ્યું હતું કે વહીવટી શાશનધુરા સંભળાતા સમયે ચેતવવામાં આવે કે મીડિયા અને રાજકારણ થી ચેતવું.પરંતુ હું ગૌરવ પૂર્વક કહું છું કે મીડિયા માં સૌથી સન્માન પૂર્વક નામ લઈ શકાય તો એ જયહિંદ દૈનિક છે.સૌથી જૂનું અખબાર છે. કરણ કે જયહિન્દ એ હંમેશા સાતત્ય ને વળગી રહ્યું છે. આજ સુધી મને સાહજિકતા પૂર્વક મળી શકાય તેવાં જ પુરુષો મળ્યા છે.કોવિડ હોય કે આપેડેમિક ,રોગચાળો ક્યાંય અયોગ્ય થયું નથી .આપણું વ્યક્તિત્વ આપણે જ ઊભું કરવું પડે જે નથી કરી શક્યા તે રોગી માં પુરુષ અથવા મહિલા એવું કલાસીફાય થઈ શકે નહીં. અમુક માનસિક વિકૃતિ ને સુધારવી જોઈએ અન્યથા સ્ત્રી એ લડત કરવી જોઈએ. આ તકે તેમણે જયહિંદ દૈનિક નો આભાર પ્રગટ કર્યો હતો.
આપણા વિકાસનું ઉતરાદાયિત્વ આપણું છે શ્રી શારદા કાથડ, અધિકારી નિવાસી કલેક્ટર
જામનગર ના ઈનચાર્જ અધિક નિવાસી કાલેટર શ્રી શારદા કાથડ એ પોતના મંતવ્ય માં જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો સન્માન કોઈનું કરવું હોય તો જયહિન્દ ના સલોનીબેન શા નું કરવું જોઈએ કારણકે તેઓ જયહિન્દ દૈનિક માં ચીફ માર્કેટિંગ ઓફિસર તરીકે ની મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. અહીં ઉપસ્થિત દરેક મહિલા પ્રેરણારૂપ છે. મને તક ના મળી એવું કોઈ મહિલા કહી શકે નહીં કારણ કે શિક્ષણનો અધિકાર મળ્યો ત્યારથી જ આપણ ને તક મળી છે. આપણા વિકાસ નું ઉત્તરદાયિત્વ આપણું જ હોય છે. મહિલાઓ પરિવાર , સમાજ દરેક માટે કંઈક ને કંઈક કરે છે પરંતુ તે પોતાના માટે કદી કંઈ કરતી નથી. આપણે આપણી જાતને સવાલ કરવો છે કે આપણા માટે આપણે શું કર્યું ? તમે થોડો સમય તમારી જાતને ફાળવો જેમ કે સ્વાસ્થ્ય , ફિટનેસ કે કોઈ પ્રવૃત્તિ.માટે. મહિલાઓ પરિવાર અને બાળકો માટે વડીલો માટે બધું કરે છે પરંતુ પોતાની જાત માટે કંઈ કરવાનું હોય તો આળસ કરે છે જ્યાં આળસ છોડી દેવી જોઈએ. સમાજ માં સુધારો કરવો હોય તો તેની શરૂઆત પોતાના ઘરે થી થવી જોઈએ. એક સમાન નજરથી જોવા જઈએ. આ મહિલાઓ ના સન્માન ના કાર્યક્રમ ને તેમણે અભિનંદન. પાઠવ્યા હતા.
‘જયહિન્દ’ અખબારે તેની વિશ્ર્વસનીયતા જાળવી રાખી છે: શ્રી બિનાબેન કોઠારી, શહેર ભાજપ અધ્યક્ષા
જામનગર શહેર ભાજપ ના અધ્યક્ષા બીનાબેન કોઠારી એ તેઓની આગવી છટા માં મહિલાઓ ને સંબોધનો કરતા જણાવ્યું હતું કે જામનગર ના ઇતિહાસ માં પ્રથમ વાર કોઈ મહિલા ને અધ્યક્ષ બનાવાયા છે.લોકો અને પક્ષ ના કાર્યકર્તા ઓ ની અપેક્ષા પૂર્ણ કરવા ઘણો સંઘર્ષ કરવો પડે છે.ગઈકાલે માં અધ્યક્ષ તરીકે એક વર્ષ પૂર્ણ થયું.પ્રમાણિકતા અને નિષ્ઠા રાખીએ તો તમામ કામ પૂર્ણ થાય જ છે.આથી કોઈ થી ડરવા ની પણ જરૂર નથી. વિશ્વ માં યુદ્ધ ની સ્થિતિ છે.પરંતુ ભારત માં શાંતિ છે.આજે બહુ ઓછા અખબાર છે જે ના ઉપર લોકો ભરોસો કરી શકે.પરંતુ જયહિન્દ અખબાર એ તેની વિશ્વસનીયતા જાળવી રાખી છે. મહિલા ઓ પાસે આઝાદી હતી જ, આગાવ ના વર્ષો માં દરજી કપડાં સિવતા તો તેના ઘરે મહિલા ગાજ બટન નું કામ કરતા તેવું કુંભાર અને લુહાર નું છે.મહિલા ને જવાબદારી સોંપવામાં આવે તે પૂરવાર કરવી જોઈએ, તે માટે ખૂબ પરિશ્રમ કરવો પડે છે. તેઓએ એમ પણ કહ્યું કે, કહેવાય છે કે સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાનીએ હોય, સાચી વાત છે.એટલે જ તે પુરુષ સાથે લગ્ન કરે છે.