એક સિલિન્ડરવાળા ૨૧ના બદૃલે ૨૫ અને બે સિલિન્ડરવાળા ૨૫ના બદૃલે ૩૦ દિૃવસે બૂિંકગ કરાવી શકશે
ઇરાન યુદ્ધના કારણે દૃેશમાં ગેસના સિલિન્ડરોના કાળાબજાર થવા લાગ્યા છે. રમઝાન ચાલુ છે ત્યારે કેટલાક સ્થળોએ જરૂરિયાતના કારણે રાંધણ ગેસના સિલિન્ડર રૂ. ૧,૫૦૦માં ખરીદૃવાની ફરજ પડી છે. સરકારે સિલિન્ડરોના કાળા બજાર ડામવા બૂિંકગના નિયમોમાં ફેરફાર કર્યો છે. એક સિલિન્ડરવાળા ૨૧ના બદૃલે ૨૫ અને બે સિલિન્ડરવાળા ૨૫ના બદૃલે ૩૦ દિૃવસે બૂિંકગ કરાવી શકશે.
દૃેશના કેટલાય શહેરોમાં રાંધણગેસના પુરવઠાને લઈને લોકોમાં ડર જોવા મળી રહૃાો છે. કેટલાય શહેરો અને કસબાઓમાં ગેસના બાટલા માટે લાંબીલાંબી લાઇન જોવા મળી રહી છે. લોકો ખાલી સિલિન્ડરો સાથે એજન્સીઓની બહાર ઊભેલા જોવા મળી રહૃાા છે. જો કે સરકાર અને ઉર્જા ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે દૃેશમાં ગેસના સિલિન્ડરોની કોઈ કટોકટી નથી. હાલમાં જોવા મળતી સ્થિતિનું મુખ્ય કારણ ગભરાટમાં કરવામાં આવતું બૂિંકગ અને સ્થાનિક સ્તરે પુરવઠા અંગેની સમસ્યા છે.સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં નોએડાના સેક્ટર-૨૨માં એક ગેસ એજન્સીની બહાર સવારથી જ લોકોની લાઇન લાગી ગઈ.
આ જ રીતે ઉત્તરપ્રદૃેશના સીતાપુર જિલ્લાના બર્ડપુર ગામનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો. આ વિડીયોમાં લોકો મોટાપાયા પર ગેસ એજન્સીની બહાર ખાલી સિલિન્ડર લઈને લાઇન લગાવીને બેઠા છે.
જો કે વપરાશકારોનું કહેવું છે કે વાસ્તવમાં એલપીજીની કોઈ કમી નથી. કેટલાય લોકોએ જણાવ્યું હતું કે તેમને નિયમિત રીતે સિલિન્ડર મળી રહૃાા છે. છતાં પણ કેટલાક સ્થળોએ સ્થિતિ જુદૃી દૃેખાય છે. ઉત્તરપ્રદૃેશના પ્રતાપગઢ જિલ્લામાં એક મહિલાએ દૃાવો કર્યો કે તેણે એલપીજી ૧,૫૦૦ રુપિયામાં ખરીદ્યુ હતુ.
સોમવારે બેંગ્લુરુ હોટેલ એસોસિયેશને મહત્ત્વનો નિર્ણય લેતા જણાવ્યું હતું કે મંગળવારની સવારથી બેંગ્લુરુની હોટેલોમાં રેસ્ટોરા સર્વિસ બંધ થઈ જશે. આ નિર્ણય કોમર્સિયલ કૂિંકગ ગેસની અછતના પગલે લેવાયો છે.