Jai Hind

ઓડીસાના પારાદીપમાં ‘ઈફકો’ના એસિડ પ્લાન્ટનો સહકાર મંત્રી અમિત શાહના હસ્તે શુભારંભ

ઓડીસાના પારાદીપ ખાતે ઈફકોના એસિડ પ્લાન્ટનો શુભારંભ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ ઘ્વારા કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે કહૃાું કે આજે પારાદિપમાં લોકાર્પિત ઈફકોનાં સલ્ફયુરિક એસિડ પ્લાન્ટ સલ્યુરિક એસિડ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ઓડીશાનાલોકપ્રિય મુખ્યમંત્રી મોહન ચારણ માંઝીએ જણાવ્યું કે પારાદિપમાં સ્થાપિત આ નવું સયત્ર ઓડીશાના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે. સ્વાગત ભાષણમાં ઈફકોનાં અઘ્યક્ષ દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું કે આજે ઈફકો પારાદિપ માટે આ અત્યંત ગૌરવ અને આનંદની ક્ષણ છે. અમને ગર્વ છે કે ઈફકો પારાદિપમાં વિશ્વનું સૌથી સિંગલ રીએકટર ફોસ્ફોરિક એસિડ પ્લાન્ટ સ્થાપિત છે જે અમારી ટેકનીકલ ક્ષમતા અને ઉત્તમ વ્યવસ્થાપનનું પ્રતિક છે. વર્ષ ર0રર માં ઈફકો પારાદિપે ઓડીશાની પ્રથમ રીવરાઈન જેટી સ્થાપિત કરી હતી. તેના માઘ્યમથી સયત્રમાંથી માલ સિધો પોર્ટ સુધી મોકલ આવે છે જેના કારણે પરિવહન વ્યવસ્થા વધુ સરળ અને અસરકારક બની છે. આ પણ એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે કે પ્રથમ વખત કોઈ ખાનગી સયત્રનું અધિગ્રહણ એક સહકારી સંસ્થાએ કર્યુ અને તેને વિકસાવી આજે સમગ્ર ભારતનાં શ્રેષ્ઠ સયત્રોમાં સ્થાન અપાવ્યું. આ સહકારીતાની શકિત અને ઈફકોની દુરદર્શિતાનું ઉત્તમ ઉદાહરણ છે. સાથે જ ઈફકો પારાદીપના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જયારે કોઈ કેન્દ્રીય મંત્રીએ આ સયત્રની મુલાકાત લીધી છે. કાર્યક્રમમાં ઓડીશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી, ઓડીશાના ઉદ્યોગ, કુશળતા વિકાસ અને તકનીકી શિક્ષણ વિભાગના રાજયમંત્રી સપદચંદ્ર સવાઈ, જગતસિંહપુર લોકસભા ક્ષેત્રના સાંસદ બિભુ પ્રસાદ તરાઈ, ઈફકોના ઉપાઘ્યક્ષ બલવીરસિંહ, ઈફકોના નિર્દેશક મંડળના તમામ સભ્યો, ઈફકોના પ્રબધ નિયામક કે.જે. પટેલ, ઈફકો એકમ પ્રમુખ પારાદીપ પી.કે. મહાપાત્રા સહિત અનેક ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહૃાા હતા.