Jai Hind

જયશંકર અને ઇરાનના વિદેશમંત્રી અરાઘચી વચ્ચે ચોથી વખત વાતચીત

બંને દૃેશો સહયોગ વધારવા સંમત

વિદૃેશ મંત્રી એસ જયશંકરે ઈરાની સમકક્ષ સૈયદૃ અબ્બાસ અરાઘચી સાથે વાત કરી, હાલ પશ્ર્ચિમ એશિયામાં અમેરિકા ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે ભીષણ સંઘર્ષ ચાલી રહૃાો છે. તે વચ્ચે ભારતના વિદૃેશ મંત્રીએ ચોથી વખત ઈરાનના વિદૃેશ મંત્રી સાથે ગહન ચર્ચા કરી, ઉલ્લેખનીય છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ભારતના ૨૮ વેપારી જહાજ ફસાયેલા છે, જેને સુરક્ષિત લાવવા અને ઈંધણની તંગી ન સર્જાય તે માટે નવી દિૃલ્હી દ્વારા સતત પ્રયાસ થઈ રહૃાા છે.
ભારતીય વિદૃેશ મંત્રી એસ જયશંકર અને ઈરાનના વિદૃેશ મંત્રી સૈયદૃ અબ્બાસ અરાઘચી વચ્ચે ગત રાત્રે ફોન પર વાતચીત થઈ હતી.
વિદૃેશ મંત્રીએ સોશિયલ મીડિયા પર કહૃાું છે કે, કાલે રાત્રે ઈરાની વિદૃેશ મંત્રી સૈયદૃ અબ્બાસ અરાઘચી સાથે વધુ એક વખત વાતચીત થઈ, આ વાતચીતમાં દ્વિપક્ષીય મામલાઓ સાથે સાથે બ્રિક્સ સાથે સંકળાયેલા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ, ભારત હોર્મુઝ સ્ટ્રેટના વ્યૂહાત્મક શિિંપગ રૂટ દ્વારા ભારતીય ધ્વજવાળા વેપારી જહાજો માટે સલામત માર્ગ સુનિશ્ર્ચિત કરવાનો પ્રયાસ વચ્ચે ગુરૂવારે એક ભારતીય જહાજ સુરક્ષિત રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી ભારત પહોંચ્યું હતું. જેને ભારતના કૂટનૈતિક પ્રયાસોનું પરિણામ માનવામાં આવી રહૃાું છે.