Jai Hind

એરઇન્ડિયા બાદ ઇન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો

એર ઈન્ડિયા બાદૃ ઈન્ડિગો એરલાઇને પ્રવાસીઓના ખિસ્સા પર બોજ વધારતા ’યુઅલ ચાર્જ’ લાગુ કરવાની જાહેરાત કરી છે. ૧૪ માર્ચ, ૨૦૨૬ના રોજ રાત્રે ૦૦:૦૧ વાગ્યાથી (આજે રાત્રે ૧૨ વાગ્યે અને ૧ મિનિટે) તમામ નવા બુિંકગ પર આ વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને કારણે વિમાનના ઈંધણ ના ભાવમાં ૮૫ ટકાથી વધુનો તોિંતગ વધારો થયો છે, જેના પરિણામે એરલાઇને આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.
નવા યુઅલ ચાર્જની જાહેરાત પ્રમાણે ભારતમાં ડોમેસ્ટિક રૂટ અને ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (ભારતીય ઉપખંડ)ના રૂટ પર મુસાફરોએ ૪૨૫ રૂપિયા વધારાના ચૂકવવા પડશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય રૂટ પર આ ચાર્જ વધુ રહેશે, જેમાં મધ્ય પૂર્વ માટે ૯૦૦ રૂપિયા અને યુરોપના રૂટ પર સૌથી વધુ ૨,૩૦૦ રૂપિયા સુધીનો યુઅલ ચાર્જ વસૂલવામાં આવશે. એરલાઇને જણાવ્યું છે કે, ’ઓપરેિંટગ ખર્ચમાં થયેલા અચાનક વધારાને કારણે આ પગલું લેવું અનિવાર્ય બન્યું છે’. આ નવો ચાર્જ ૧૪ માર્ચની (આજે રાત્રે ૧૨ વાગ્યે અને ૧ મિનિટે) મધરાતની લાગુ થશે. જેની સીધી અસર હવાઈ ટિકિટ પર પડશે.