Jai Hind

હિમાચલમાં આફતની હિમવર્ષા, ૧૦ જિલ્લામાં એલર્ટ અપાયુ

હિમવર્ષાએ જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત

રાજ્યના અનેક વિસ્તારોમાં સતત પડી રહેલી બરફે રસ્તાઓને જાડા બરફના પડથી ઢાંકી દૃીધા છે, જેના કારણે અવરજવર લગભગ બંધ થઈ ગઈ છે. ખાસ કરીને રોહતાગ પાસ, મનાલી અને સીમલા જેવા પ્રવાસન સ્થળોએ સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે.
પ્રવાસીઓ આ હવામાનનો આનંદૃ માણવા આવ્યા હતા, પરંતુ અચાનક બદૃલાયેલા વાતાવરણને કારણે તેઓ મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. અનેક સ્થળોએ પ્રવાસીઓ પોતાની કારોમાં કલાકો સુધી ફસાયેલા રહૃાા હતા. હિમવર્ષાને કારણે રસ્તાઓ ભીના થઇ ગયા છે અને ચીકાશ વધી ગઈ છે અને અનેક વાહનો સ્લિપ થવાની ઘટનાઓ પણ સામે આવી છે. પ્રશાસન અને પોલીસની ટીમો રાહત કામગીરીમાં લાગી ગઈ છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.હવામાન વિભાગે રાજ્યના ૧૦ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યુ છે. ભારે હિમવર્ષા અને ઠંડીને ધ્યાનમાં રાખીને લોકોને અનાવશ્યક મુસાફરીથી દૃૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી વસ્તુઓ પહેલેથી જ એકત્રિત રાખવાની સૂચના આપવામાં આવી છે.હિમવર્ષાના કારણે વીજ પુરવઠો અને સંચાર સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. પ્રશાસને રાહત અને બચાવ કામગીરી તેજ બનાવી છે અને પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ હવામાનની માહિતી મેળવીને જ મુસાફરી કરે. હાલ, હિમાચલ પ્રદૃેશમાં હિમવર્ષાએ સુંદૃર ખીણોને સફેદૃ ચાદૃરથી ઢાંકી દૃીધી છે, પરંતુ સાથે સાથે આ પરિસ્થિતિ આફત રૂપે પણ સામે આવી છે.