કેન્દ્રીય સંચાર મંત્રી અને પુર્વોતર ક્ષેત્ર વિકાસમંત્રી જયોતિરાદીત્ય સિંધીયાએ મંગળવારે ટપાલ વિભાગની ત્રણ નવી સેવાઓની શરૂઆત કરી છે. તેમાં 24 સ્પીડ પોસ્ટ, 24 સ્પીડ પોસ્ટ પાર્સલ અને 48 સ્પીડ પોસ્ટ સામેલ છે. તેનાથી હવે જરૂરી દસ્તાવેજ અને પાર્સલ માત્ર 24 કલાકમાં નિશ્ર્ચિત સ્થળે પહોંચાડી શકાશે. વિલંબ થવા પર પૈસા પરતની ગેરંટી પણ આપવામાં આવશે.
આ તકે સિંધીયાએ જણાવ્યું હતું કે આ સેવાઓ વિશ્ર્વસનીયતા, જવાબદારી અને ઉત્કૃષ્ટ સેવા પ્રત્યે નવી જવાબદારીનું પ્રતીક છે.
ભારતીય ટપાલની આ નવી સેવાઓ ભારતની લોજીસ્ટીકસ ઈકોસીસ્ટમને સશકત બનાવવાની દિશામાં મહત્વનું પગલું છે. હાલ ટપાલની આ નવી સેવાઓનો લાભ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગ્લુરુ, હૈદરાબાદ જેવા 6 મુખ્ય શહેરોને મળશે.
આ પાંચ મુખ્ય સેવાઓમાં સમયની ગેરંટી, ઓટીપી આધારિત સુરક્ષિત ડિલીવરી, રવિવારે પણ રજા નહીં, મની બેક ગેરંટીનો સમાવેશ થાય છે. વેપારીઓ માટે આ સેવા ફાયદાકારક રહેશે. નાના વેપારીઓ અને ઈ-કોમર્સ કંપનીઓ માટે પણ આ સેવા ઉપયોગી તેમાં ફ્રી બલ્ક પિકઅપ, હાલ બુક કરો, બાદમાં પેમેન્ટ કરો અને કેન્દ્રીકૃત બિલિંગ જેવી સુવિધાઓ આપવામાં આવશે.