Jai Hind

શેરબજાર કડડભૂસ: સોના-ચાંદૃીમાં કડાકો: ક્રુડ ૧૧૫ ડોલર

સ્ોન્સ્ોક્સ ૨૫૦૦ પોઈન્ટ ગગડ્યો:રોકાણકારોના ૧૨ લાખ કરોડ ડૂબ્યા

મોટાભાગના શેર મંદૃીમાં સરક્યા:સોનામાં રૂા.૫,૩૩૦ તથા ચાંદૃીમાં ૧૪ ટકા ઘટ્યા

મધ્ય-પૂર્વમાં યુદ્ધની અસર પરી શેરબજાર પર જોવા મળી છે. આજે સપ્તાહના ચોથા દિૃવસે એટલે કે, ગુરુવારે શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું છે. બેંચમાર્ક સૂચકાંક ત્રણ ટકા ગગડી ગયું છે, તો મ્જીઈ સેન્સેક્સમાં પણ ૩.૨૬ ટકાનો ધરખમ ઘટાડો થયો છે. એટલું જ નહીં. નિટી ૫૦, નિટી આઈટી અને નિટી ઓટોના શેરો સહિત તમામ માર્કેટ પછડાયા છે.
રોકાણકારોની ૧૦ લાખ કરોડ રૂપિયાની મૂડીનું ધોવાણ થયું હતું.
સેક્સેક્સ ગઈકાલે ૭૪,૭૫૦.૯૨ પોઈન્ટ પર બંધ થયા બાદૃ આજે ૭૪,૭૫૦.૯૨ પોઈન્ટ પર ખુલ્યું હતું. ટ્રેિંડગ દૃરમિયાન સૌથી ઊંચા મથાળે ૭૫,૩૫૪.૧૮ પોઈન્ટ પર સ્પર્શ્યા બાદૃ નીચેમાં ૭૩,૯૫૦.૯૫ પોઈન્ટ પર પહોંચ્યું હતું, છેવટે દિૃવસના અંતે ૩.૨૬ ટકાના ઘટાડા સાથે ૭૪,૨૦૭.૨૪ પોઈન્ટ પર બંધ થયું હતું. એટલે કે આજે સેન્સેક્સમાં ૨,૪૯૬.૮૯ પોઈન્ટનો ઘટાડો થયો છે.
નિટી ૫૦ની વાત કરીએ તો આજે તેમાં ૩.૨૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે ૨૩,૭૭૭.૮૦ પોઈન્ટ પર બંધ થયા બાદૃ આજે ૨૩,૧૯૭.૭૫ પોઈન્ટ પર ખુલ્યું હતું. આજે ટ્રેિંડગ દૃરમિયાન નિટી ૫૦ ઊંચા મથાળે ૨૩,૩૭૮.૭૦ પોઈન્ટ પર સ્પર્શ્યું હતું અને નીચામાં ૨૨,૯૩૦.૩૫ પોઈન્ટ પર પહોંચ્યું હતું. છેવટે દિૃવસના અંતેર નિટી ૫૦ ૨૩,૦૦૨.૧૫ પર બંધ થયું છે. એટલે કે આજે નિટી ૫૦માં ૭૭૫.૬૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.
નિટી બેંક આજે ૩.૩૯ ટકા એટલે કે ૧,૮૭૫.૦૫ના મોટા ઘટાડા સાથે ૫૩,૪૫૧ પોઈન્ટ પર બંધ છે. નિટી બેંક ગઈકાલે ૫૫,૩૨૬.૦૫ પોઈન્ટ પર બંધ થયા બાદૃ આજે ૫૩,૪૭૪.૫૫ ખુલ્યું હતું. દિૃવસ દૃરમિયાન ઊંચામાં ૫૪,૧૫૦.૩૦ પોઈન્ટ અને નીચામાં ૫૩,૨૪૦.૬૦ પોઈન્ટ નોંધાયું હતું. એટલે કે તેમાં ૧૮૭૫.૦૫ પોઈન્ટનો મોટો કડાકો નોંધાયો છે.
એચ.ડી.એફ.સી. બેંકમાં સૌથી વધુ ૫.૩૨ ટકાનો ઘટાડો થયા બાદૃ ભાવ ૭૯૮.૨૦ રૂપિયા પર પહોંચ્યો છે. રિલાયન્સ ૧.૬૫ ટકાના ઘટાડા સાથે ૧,૩૮૪.૮૦ રૂપિયા પર, લાર્સનમાં ૪.૮૧ ટકાના ઘટાડા સાથે ભાવ ૩,૪૩૪.૫૦ રૂપિયા પર પહોંચ્યો છે. આ ઉપરાંત ૈંઝ્રૈંઝ્રૈં મ્ટ્ઠહામાં ૩.૦૪ ટકાના ઘટાડ સાથે શેરનો ભાવ ૧,૨૫૦.૧૦ પર પહોંચ્યો છે. આજે બજારમાં તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં ઘટાડો જોવા મળ્યો. રિયલ્ટી, ખાનગી બેંકો, ઓટો, નાણાકીય સેવાઓ, ઁજીેં બેંકો, સેવાઓ, સંરક્ષણ અને ધાતુઓ સહિત તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં હતા. લાર્જ-કેપ્સની સાથે, મિડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ગુરુવારે સોના અને ચાંદૃીના ભાવ ઘટ્યા. ચાંદૃીના ભાવ રૂ.૧૪,૨૩૦ ઘટીને રૂ.૨.૩૩ લાખ પ્રતિ કિલો થયા, જ્યારે સોનાના ભાવ રૂ.૫,૩૩૦ ઘટીને રૂ.૧.૪૮ લાખ પ્રતિ ૧૦ ગ્રામ થયા. આ દૃરમિયાન, યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દૃર સ્થિર રાખ્યા છે.

દરમ્યાન ઇરાન યુધ્ધ સતત વકરતું હોવાના નિર્દેશો વચ્ચે ક્રુડતેલમાં પણ આગ લાગી હતી. ડબલ્યુપીઆઇ ક્રુડ 96.92 ડોલર હતું બેન્ટ ક્રુડ ઉંચામાં 114.99 ડોલર થઇને 113.57 ડોલર સાંપડ્યું હતું. ગત સપ્તાહમાં બ્રેન્ટ ક્રુડમાં 115.07 ડોલરની નવી ઉંચાઇ બની હતી. આજે ભાવ તેની નજીક પહોંચી ગયો હતો. યુધ્ધમાં કોઇ સુધારો ન થાય તો નવી ઉંચાઇ બની શકે છે.