Jai Hind

સોશ્યલ મિડીયાના વધુ ઉપયોગથી તૂટતા પરિવારો

અતિ ભૌતિકવાદૃી યુગમાં પરિવારોાં પરસ્પર સંબંધ ઘટી રહૃાા હોય ત્ોમ જણાય છે. અહંકાર, પરિવારમાં સત્તાના કેન્દ્રમાં ફેરફાર, સોશ્યલ મીડિયાની અયોગ્ય દૃખલગીરી અત્યંત વ્યસ્ત જીવન શૈલી, માત્ર વસ્તુઓનો ભરપ્ાૂર ઉપયોગ કરવાની વૃત્તિ, અન્ો રૂપિયા કમાઇ લેવાની આંધળી દૃોડ વગ્ોરે કારણોથી હવે પરિવારો ત્ાૂટી રહૃાા છે.
હાલના સમયમાં પરિવારો ત્ાૂટવાનું સૌથી મહત્વનું કારણ સોશ્યલ મીડિયા પર વધુ સમય પસાર કરવો. પરિવારના સભ્યો સાથે બ્ોસીન્ો વાતચીત કરતા નથી પરંતુ પોતાના સ્વતંત્ર રૂમમાં મોબાઇલમાં વ્યસ્ત રહે છે.
આથી આજનો યક્ષ પ્રશ્ર્ન આ છે કે, શું આવી સ્થિતિમાં સોશ્યલ મીડિયા પર અમુક વયની વ્યક્તિઓ માટે પ્રતિબંધ મૂકવો જોઇએ? તાજેતરમાં કર્ણાટક તથા આંધ્ર પ્રદૃેશમાં ૧૬ વર્ષથી ઓછી વયના કિશોરો માટે સોશ્યલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં પણ ૧૬ વર્ષથી નીચેની વયના બાળકરો માટે સોશ્યલ મીડિયાના ઉપયોગ પર સ્પ્ોન, બ્રિટન વગ્ોરે દૃેશો આ દિૃશામાં કાયદૃો બનાવવાની ત્ૌયારી કરી રહૃાા છે. વિશ્ર્વની એઆઇ ઇમ્પ્ોકટ સમિટમાં કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે સોશ્યલ મીડિયાના ઉપયોગ પર નિયંત્રણ કરવામાં આવશે ત્ોવા સંકેત આપ્યા હતા આથી કહી શકાય કે આ પ્રતિબંધ અમુક અંશે જરૂરી છે.
સોશ્યલ મીડિયા પર વધુ સમય પસાર કરવાના કારણે વ્યક્તિ દૃરેક કામમાં બીજાની સ્વીકૃતિ ઇચ્છે છે. ત્ો વ્યક્તિ એવું માન્ો છે કે જે કામ પોત્ો કરે છે ત્ોન્ો બીજો વ્યક્તિ સમર્થન આવે શું આ વાત યોગ્ય છે? સોશ્યલ મીડિયા પર દૃરેક વાત લખીન્ો વ્યક્તિ પોતાના વખાણ થાય ત્ોમ માન્ો છે અને મારા લખાણન્ો બધા સ્વીકાર કરે ત્ોવો ભ્રમ પણ ત્ોમનામાં હોય છે. શું વ્યક્તિ પોતાની નજરમાં જ એટલો દૃુર્બળ છે કે, બીજા લોકો જો ત્ોના કૃત્યોન્ો સારૂ ન ગણે તો અથવા અસ્વીકાર કરે તો ત્યાં સુધી આ વ્યક્તિન્ો વિશ્ર્વાસ રહેતો નથી કે ત્ોણે યોગ્ય કાર્ય કર્યું છે.
યુવાઓ રીલ્સન્ો રીયલ માન્ો છે અને પછી ત્ોમાં મશગુલ થઇ જાય છે. યુવાનોના ફોટા અથવા ત્ોમણે કરેલી પ્રવૃત્તિઓ ત્ોઓ રીલ્સ બનાવીન્ો મૂકેે છે આથી સોશ્યલ મીડિયા પર આ વાત પર કોમેન્ટ થતા હોય છે આથી યુવાનો પોતાની પ્રવૃત્તિન્ો કોન્ો લાઇક કરી ત્ો જોવામાં મોટા ભાગનો સમય બગાડે છે. યુવાન વયમાં યુવકોનો એ ધ્યેય હોવો જોઇએ કે ત્ોઓ સારૂ શિક્ષણ મેળવી શ્રેષ્ઠ કારકિર્દૃીનું નિર્માણ કરે પોતાની આજીવિકાનો માર્ગ પકડી પોતાનું અન્ો પરિવારનું જીવન સુખદૃ બનાવે. બીજી તરફ નાની વયથી યુવકો પોતાના જીવનના ધ્યેયથી ભટકી જાય છે અને મહત્વનો સમય સોશ્યલ મીડિયા પર પસાર કરે છે.
યુવાનો અને બાળકો માટે પરિવારે સ્ક્રીન ટાઇમ પર નજર રાખવી જોઇએ જો આવું કરવામાં નહીં આવે તો બાળકો અને યુવાનોનું સારિરીક સ્વાસ્થ્ય બડશે ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય પર જોખણ થઇ શકે છે. એક મોબાઇલ કંપની દ્વારા કરવામાં આવેલા સંશોધન મુજબ ૮૪ ટકા લોકો સવારે ઉઠવાની સાથે ૧૫ મીનીટ સુધી મોબાઇલ પર પસાર કરે છે. આ સંશોધન આ વાત સ્પષ્ટ કરે છે કે, ભારતના યુવાનો દૃરરોજ ૭ કલાક મોબાઇલ પર પસાર કરે છે એક કલાકમાં આશરે પાંચ વખત મોબાઇલનું લોક ખોલવામાં આવતું હોય છે.
સમાજ અત્યારે એવા સમયમાંથી પસાર થઇ રહૃાો છે જ્યાં વાંચવાની પ્રવૃતિ નામશેષ થઇ છે. કોઇ સારૂ પુસ્તક વાંચી ખુશ થવાની વાત હવે પ્ાૂર્ણ થઇ ચૂકી છે.
હવે મનોરંજનના નામે ટીવી પર આવતી સિરિયલો છે. આ સિરિયલોમાં મોટા ભાગ્ો ઘરેલું તકરાર, િંહસા, ગુનાખોરી, નિમ્ન કક્ષાના ષડયંત્રો વગ્ોરે જ બતાવવામાં આવતા હોય છે. આથી યુવાનોમાં સોશ્યલ મીડિયા પર આકર્ષણ વધે છે.
જે વ્યક્તિ વિચારશીલ છે અને જેન્ો મહેનત કરીન્ો પોતાનું તથા અન્યનું જીવન સારૂ કરવું છે ત્ોવી વ્યક્તિઓ આવી સીરીયલો જોતા નથી પરંતુ પોતાના જીવનન્ો ઉપયોગી થાય ત્ોવી શ્રેષ્ઠ માહિતી મોબાઇલના માધ્યમથી મેળવતા હોય છે.
જ્યારે એક ક્લિક પર દૃુનિયાન્ો મુઠ્ઠીમાં કરી લેવાની માન્યતાથી યુવકોની વિશ્ર્લેષણ ક્ષમતા નોંધપાત્ર રીત્ો ઘટી છે. પોતાના જીવનન્ો શ્રેષ્ઠ બનાવવા માટે પુસ્તક તથા ત્ોનું વાંચન હંમેશા જરૂરી છે એક સંશોધન મુજબ કોઇ પણ વિષયમાં પ્ાૂરી જાણ કરી પ્રાપ્ત કર્યા વગર કોઇ પણ વ્યક્તિ સફળ થઇ શકશે નહીં આથી આજના સમયમાં માવતરની ફરજ આ છે કે, પોતાના સંતાનો સારા જીવન ઉપયોગી પુસ્તકો વાંચે, વર્તમાન પત્રોનું વાંચન કરે, આ બાબત હવે જરૂરી છે. જો બાળકન્ો વાંચવાનો શોખ ન હોય તો માવતરે પોત્ો સારા પુસ્તકો વાંચે છે ત્ોવો અભિનય બાળક સમક્ષ કરવો જોઇએ આથી બાળકન્ો આ સંદૃેશો મળશે કે વાંચવાની ટેવ સારી બાબત છે.