Jai Hind

ઓનલાઇન સ્પોર્ટસ બેટિંગ પ્લેટફોર્મ સહિત કેન્દ્ર સરકારે ૩૦૦ ગેરકાયદે બેટિંગ વેબસાઇટ-એપ્સ બ્લોક કરી દૃીધી

દૃેશમાં અત્યાર સુધીમાં ૮૪૦૦ પ્લેટફોર્મ બંધ કર્યા

સરકારે ગેરકાયદૃેસર ઓનલાઈન જુગાર અને સટ્ટાબાજી સામે મોટી કાર્યવાહી કરતા ૩૦૦ વેબસાઇટ્સ-એપ્સને બ્લોક કરી છે. સરકારી સૂત્રો મુજબ, અત્યાર સુધીમાં કુલ ૮૪૦૦ આવા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાંથી લગભગ ૪૯૦૦ વેબસાઇટ્સ ઓનલાઈન ગેિંમગ એક્ટ લાગુ થયા પછી બ્લોક કરવામાં આવી છે.
સરકારી સૂત્રો મુજબ, જે પ્લેટફોર્મ્સ પર કાર્યવાહી કરવામાં આવી છે, તે મુખ્યત્વે ગેરકાયદૃેસર ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર સાથે સંકળાયેલા હતા. તેમાં ઓનલાઈન સ્પોર્ટ્સ બેિંટગ પ્લેટફોર્મ, ઓનલાઈન કસિનો (સ્લોટ્સ, રૂલેટ અને લાઈવ ડીલર ગેમ્સ), પી-ટુ-પી બેિંટગ એક્સચેન્જ, સટ્ટા/મટકા નેટવર્ક અને રિયલ મની કાર્ડ એપ્સનો સમાવેશ થાય છે.