તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ પોતાની નજીકની સરકારી સસ્તા અનાજની દૃુકાનેથી જથ્થો મેળવી શકશે
કેન્દ્રની નરેન્દ્ર મોદૃી સરકારે દૃેશના કરોડો રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આપ્યા છે. આગામી એપ્રિલ મહિનામાં લાભાર્થીઓને એકસાથે ત્રણ મહિનાનું અનાજ વિતરણ કરવામાં આવશે.
બીજી તરફ, સિસ્ટમમાં પારદૃર્શિતા લાવવા માટે સરકારે દૃેશભરમાંથી લાખો નકલી રેશનકાર્ડ પણ રદૃ કર્યા છે.
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ઠ’ પર આ અંગે સત્તાવાર જાણકારી આપી છે. એપ્રિલ ૨૦૨૬ માં લાભાર્થીઓને એપ્રિલ, મે અને જૂન એમ ત્રણેય મહિનાનું અનાજ એકસાથે આપવામાં આવશે. તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ પોતાની નજીકની સરકારી સસ્તા અનાજની દૃુકાનેથી નિર્ધારિત સમયે આ જથ્થો મેળવી શકશે. જો કે સરકારે આ રીતે એકસાથે અનાજ આપવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ જાહેર કર્યું નથી.
સરકારે સંસદૃમાં માહિતી આપી હતી કે વર્ષ ૨૦૨૫ દૃરમિયાન દૃેશમાં કુલ ૪૧.૪૧ લાખ અપાત્ર રેશનકાર્ડ રદૃ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ અંગે રાજ્ય અનુસાર આંકડાઓ પણ જાહેર કરવામાં આવ્યા હતા.
જેમાં હરિયાણા: ૧૩.૪૩ લાખ કાર્ડ રદૃ, રાજસ્થાન: ૬.૦૫ લાખ કાર્ડ રદૃ, ઉત્તર પ્રદૃેશ: ૫.૯૭ લાખ કાર્ડ રદૃ, પશ્ર્ચિમ બંગાળ: ૩.૭૪ લાખ કાર્ડ રદૃ, મધ્ય પ્રદૃેશ: ૨.૬૦ લાખ કાર્ડ રદૃ કર્યા હોવાની માહિતી આપી હતી. ખાદ્ય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું કે, ટેકનોલોજીના ઉપયોગથી અપાત્ર લોકોને સિસ્ટમમાંથી બહાર કરી ખરા લાભાર્થીઓ સુધી અનાજ પહોંચાડવામાં સફળતા મળી છે.
સાર્વજનિક વિતરણ પ્રણાલી (ઁડ્ઢજી) માં સુધારા માટે સરકાર પગલાં ભરી રહી છે. દૃેશની લગભગ તમામ સસ્તા અનાજની દૃુકાનોમાં હવે ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ (ીર્ઁંજી) મશીનો સ્થાપિત કરી દૃેવામાં આવ્યા છે. દૃેશના ૯૯.૨% લાભાર્થીઓને આધાર સાથે જોડી દૃેવામાં આવ્યા છે. ૯૮.૭૫% અનાજનું વિતરણ હવે આધાર આધારિત બાયોમેટ્રિક અથવા ડિજિટલ પ્રમાણીકરણ દ્વારા જ કરવામાં આવે છે. સરકારના આ પગલાનો મુખ્ય હેતુ અનાજની ચોરી અટકાવવાનો અને સિસ્ટમમાં પારદૃર્શિતા લાવવાનો છે.