Jai Hind

હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ ઉભો કરવો અસ્વીકાર્ય,ગત કોરોના સંકટની જેમ આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે:વડાપ્રધાન મોદૃી

તણાવ ઘટાડવા મોદૃીની પશ્ર્ચિમ એશિયાના ન્ોતાઓન્ો અપીલ:સંકટના સમયે દૃેશના લોકોન્ો એક જૂથ રહેવા અનુરોધ:ભારત પાસ્ો ૫૩ લાખ મે.ટનથી વધુ સ્ટ્રેટેજિક પ્ોટ્રોલિયમ રિઝર્વ છે અન્ો ૬૫ લાખ મે.ટનથી વધુ રિઝર્વની વ્યવસ્થા કરી રહૃાા છીએ: વડાપ્રધાન

ભારતીય સંસદૃમાં પશ્ર્ચિમ એશિયાની વણસતી સ્થિતિ અને ઈરાન જંગ પર સંબોધન કરતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અપીલ બાદૃ હવે પીએમ મોદૃીએ પણ ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. પીએમ મોદૃીએ જણાવ્યું કે પશ્ર્ચિમ એશિયામાં અંદૃાજે ૧ કરોડ ભારતીયો વસે છે, જેમની સુરક્ષા આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. યુદ્ધ શરૂ થયા બાદૃ અત્યાર સુધીમાં ૩,૭૫,૦૦૦થી વધુ ભારતીયો વતન પરત ફર્યા છે, જેમાં ઈરાનથી આવેલા ૧,૦૦૦ જેટલા ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. ભારત સરકાર તમામ પ્રભાવિત દૃેશોમાં ફસાયેલા નાગરિકોની મદૃદૃ માટે તમામ પ્રયાસો કરી રહી છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ વિશે પીએમ મોદૃીએ કડક શબ્દૃોમાં કહૃાું કે, આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં કોઈપણ પ્રકારની અડચણ સ્વીકાર્ય નથી. ભારતની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ, ગેસ અને ખાતર આ માર્ગેથી આવે છે. હોર્મુઝમાં જહાજોની અવરજવર મુશ્કેલ બની હોવા છતાં, ભારત સરકારે રાજદ્વારી વાતચીત દ્વારા ત્યાં ફસાયેલા અનેક ભારતીય જહાજોને સુરક્ષિત બહાર કઢાવ્યા છે. પીએમ મોદૃીએ ખાતરી આપી કે દૃેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની સપ્લાય પર અસર ન પડે તે માટે સરકાર સતત કાર્યરત છે. ખાસ કરીને ભારત પોતાની જરૂરિયાતનો ૬૦% ન્ઁય્ આયાત કરે છે, તેથી હાલમાં ઘરેલુ ગ્રાહકોને પ્રાથમિકતા આપીને સ્થાનિક ઉત્પાદૃન વધારવા પર ભાર મૂકવામાં આવી રહૃાો છે. પીએમ મોદૃીએ વધુમાં જણાવ્યું કે, નાગરિકો, ઊર્જા અને ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થતા હુમલાનો ભારત વિરોધ કરે છે. તેમણે પશ્ર્ચિમ એશિયાના નેતાઓ સાથે વાતચીત કરી તણાવ ઓછો કરવા અપીલ કરી છે. પીએમએ દૃેશવાસીઓને ચેતવણી આપતા કહૃાું કે આ જંગની અસર લાંબા સમય સુધી રહેશે, તેથી આપણે એકજૂથ રહેવાની જરૂર છે.
ગત દૃાયકામાં ભારતે સંકટના આવા જ સમય માટે ક્રૂડ ઓઈલના ભંડારણને પ્રાથમિકતા આપી છે. આજે ભારત પાસે ૫૩ લાખ મેટ્રિક ટનથી વધુ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ છે અને ૬૫ લાખ મેટ્રિક ટ્નથી વધુના રિઝર્વની વ્યવસ્થા પર દૃેશ કામ કરી રહૃાો છે. છેલ્લા ૧૧ વર્ષમાં આપણી રિફાઈનરી કેપેસિટીમાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે. સરકાર અલગ અલગ દૃેશોના સપ્લાયર્સ સાથે પણ સતત સંપર્કમાં છે.” તેમણે કહૃાું કે, ભારતમાં આવેલી સમસ્યા પર વાત કરવા માટે ઉપસ્થિત થયો છું. ત્યાં સ્થિતિ િંચતાજનક છે. આ સંકટને ૩ સપ્તાહથી વધુ થઈ રહૃાુ છે. તેનાથી સમગ્ર વિશ્ર્વની અર્થવ્યવસ્થા અને લોકોના જીવન પર વિપરીત અસર થઈ રહી છે. ભારત સામે પણ આ યુદ્ધે અનપેક્ષિત પડકારો ઊભા કર્યા છે. આ પડકારો આર્થિક, નેશનલ સિક્યુરિટી સંલગ્ન અને માનવીય પણ છે.”

પરિસ્થિતિનો ફાયદૃો લેનારા અફવા ફેલાવશે:સાવધ રહેજો

વડાપ્રધાન મોદૃીએ દૃેશવાસીઓન્ો કર્યા એલર્ટ

આપણે ધીરજ અને સંયમ સાથે દૃરેક પરિસ્થિતિનો સામનો કરવાનો છે

લોકસભામાં વડાપ્રધાન મોદૃીએ મિડલ ઈસ્ટ મુદ્દે નિવેદૃન આપતી વખતે લોકોને એલર્ટ કર્યા હતા. જેમાં પીએમ મોદૃીએ લોકોને અપીલ કરી કે, જે રીતે કોરોનામાં દૃેશ એકજૂથ રહીને પરિસ્થિતિનો સામનો કર્યો એવી જ રીતે હાલના સંકટમાં પણ આપણે એકજૂથ રહેવું પડશે. વડાપ્રધાને કહૃાું કે, યુદ્ધના કારણે લાંબા સમય સુધી સ્થિતિ ખરાબ થવાની સંભાવના છે. એટલે બધાએ તૈયાર રહેવું પડશે. આપણે ધીરજ અને સંયમ સાથે દૃરેક પરિસ્થિતિનો સામનો કરવાનો છે. પરિસ્થિતિનો ફાયદૃો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…
યુદ્ધના સંકટ સમયે ફાયદૃો ઉઠાવનારા લોકોને લઈને વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે, અફવાને સફળ થવા નહીં દૃઈએ. સંગ્રહખોરો સામે સરકાર કડક પગલા લેશે અને તેમની સામે સખત કાર્યવાહી થશે. પરિસ્થિતિનો ફાયદૃો લેનારા જૂઠ ફેલાવશે, એટલે આપણે બહુ સાવધાન અને સતર્ક પણ રહેવાનું છે. આ પ્રકારના લોકોની કોશિશ સફળ નથી થવા દૃેવાની…
લોકસભામાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, પશ્ર્ચિમ એશિયામાં સંઘર્ષે ભારત માટે અનેક અણધાર્યા પડકારો ઉભા કર્યા છે. જો કે, સરકાર સતર્ક છે અને પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર દૃેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની અછત ન રહે અને નાગરિકોને કોઈ અસુવિધા ન થાય તે માટે પગલાં લઈ રહી છે. પીએમ મોદૃીએ ગૃહને માહિતી આપી હતી કે, દૃેશમાં ૫૩ લાખ મેટ્રિક ટનનો વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર છે.