Jai Hind

દૃુષ્કર્મના આરોપમાં ૬ મહિનાથી ફરાર હતા પંજાબમાં વધુ એક ધારાસભ્ય હરમીત િંસહ પઠાણમાજરાની ધરપકડ કરાઈ

લુકઆઉટ નોટિસ અને ટેકનિકલ સર્વેલન્સથી મળી સફળતા

પંજાબ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. બળાત્કાર અને છેતરિંપડી જેવા ગંભીર આરોપોમાં છેલ્લા છ મહિનાથી ફરાર આમ આદૃમી પાર્ટીના ધારાસભ્ય હરમીત િંસહ પઠાણમાજરાની પંજાબ પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૪૮ કલાકમાં ધરપકડ થનારા તે બીજો વર્તમાન ધારાસભ્ય છે. આ પહેલા સોમવારે પૂર્વ પરિવહન મંત્રી લાલજીત િંસહ ભુલ્લરની આત્મહત્યા માટે દૃુષ્પ્રેરણાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
આપ ધારાસભ્ય હરમીત િંસહ પઠાણમાજરા વિરુદ્ધ બળાત્કાર, છેતરિંપડી અને ગુનાહિત ધમકી જેવી ગંભીર કલમો હેઠળ ફરિયાદૃ દૃાખલ થઇ હતી. ધરપકડથી બચવા માટે તે ૨ સપ્ટેમ્બર, ૨૦૨૫થી જ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. વારંવાર સમન્સ મોકલવા છતાં પોલીસ સમક્ષ હાજર ન થતા કોર્ટે તેને પ્રોક્લેમ ઓફેન્ડર જાહેર કર્યો હતો. પઠાણમાજરા દૃેશ છોડીને ભાગી ન જાય તે માટે પોલીસ દ્વારા લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. પોલીસની એક વિશેષ ટીમ છેલ્લા ઘણા સમયથી તેના સંભવિત ઠેકાણાઓ પર દૃરોડા પાડી રહી હતી. અંતે, સતત પ્રયત્નો અને ટેકનિકલ સર્વેલન્સની મદૃદૃથી પોલીસે તેને દૃબોચી લીધો હતો. હવે પોલીસ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે જેથી આ કેસમાં ઊંડી તપાસ થઈ શકે.
માત્ર બે દિૃવસમાં બે ધારાસભ્યોની ધરપકડને કારણે પંજાબની ભગવંત માન સરકાર રક્ષણાત્મક મોડમાં આવી ગઈ છે. વિપક્ષો આ મુદ્દે સરકારને ઘેરી રહૃાા છે અને રાજ્યની કાયદૃો-વ્યવસ્થા તેમજ સત્તાધારી પક્ષના નેતાઓના ચારિત્ર્ય પર સવાલો ઉઠાવી રહૃાા છે. હાલ તો માન સરકાર વધારે એક મામલે ભોંઠી પડી રહી હોય તેવી સ્થિતિ પેદૃા થઇ છે.
જ્યાં એક તરફ લાલજીત ભુલ્લરનો કેસ એક અધિકારીની આત્મહત્યા સાથે જોડાયેલો છે, ત્યાં બીજી તરફ પઠાણમાજરા પર લાગેલા બળાત્કારના ગંભીર આરોપોએ આ મામલાને વધુ સંવેદૃનશીલ બનાવી દૃીધો છે.