Jai Hind

નિયમો બદલાયા:બે ગેસ સિલિન્ડર ધરાવનારા 35 દિવસના અંતરાલમાં બુકીંગ કરાવી શકશે

5 કિલોનું ‘છોટુ’ સિલિન્ડર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ 16 દિવસમાં, સામાન્ય ગ્રાહક 9 દિવસમાં મેળવી શકશે

રસોઇ ગેસ બુકીંગને લઇને ફરી નવું અપડેટ બહાર આવ્યું છે. કાળા બજારને રોકવા અને વપરાશના ચોક્કસ આકલન માટે રસોઇ ગેસ બુકીંગના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ ઉજ્જવલા લાભાર્થીઓને 16 દિવસમાં ‘છોટુ’ સિલિન્ડર મળશે જ્યારે બે સિલિન્ડરવાળા ગ્રાહક 35 દિવસ બાદ બુકીંગ કરાવી શકશે.
હવે 5 કિલોના ‘છોટુ’ એટલે કે નાના સિલિન્ડર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 16 દિવસમાં, જ્યારે સામાન્ય ગ્રાહકોને 9 દિવસમાં મળી શકશે. નવી વ્યવસ્થા અનુસાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે 14.2 કિલો ગ્રામવાળા સિલિન્ડરનું બુકીંગનું અંતર વધારીને 45 દિવસ કરાવી દેવાયું છે, જ્યારે સામાન્ય ઘરેલું ગ્રાહકો માટે આ સીમા 25 દિવસ નિર્ધારિત કરવામાં આવી છે. 10 કિલોનું કમ્પોઝિટ સિલિન્ડર 18 દિવસમાં મળશે. જ્યારે બે સિલિન્ડરવાળા ગ્રાહકોને રિફિલ બુક કરાવવા માટે કમસે કમ 35 દિવસ રાહ જોવી પડશે જ્યારે એક સિલિન્ડરવાળા ગ્રાહકો માટે આ સમય સીમા 25 દિવસ નકીક કરાઇ છે. આ નવા નિયમો ગ્રામીણ શહેર બધા ક્ષેત્રોમાં લાગુ રહેશે, જ્યારે 10 કિલો કમ્પોઝિટ સિલિન્ડર માટે શહેરી ક્ષેત્રોમાં 18 દિવસ અને ગ્રામીણ ક્ષેત્રમાં 32 દિવસનો અંતરાળ નકકી થયો છે.