Jai Hind

ઓપન એજ્યુકેશનથી શૈક્ષણિક અવરોધો દૂર થશે

મુકત શિક્ષણ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ પધ્ધતિ પર આધારિત છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય એવા વિદ્યાર્થીઓન્ો શિક્ષણ આપવાનો છે જેઓ કોઇ કારણસર નિયમીત શિક્ષણ મેળવી શક્યા નથી

દૃેશની તમામ સરકારી હાયર સ્ોકન્ડરી શાળાઓમાં ઓપન એજ્યુકેશનની શરૂઆતના નિર્ણયન્ો પ્રારંભિક સ્તરના શિક્ષણમાં આવનારા પાયાના અવરોધોન્ો દૃૂર કરવાની દિૃશામાં નકકર પગલું લેવાયું છે ત્ોમ કહી શકાય છે.
આ વ્યવસ્થાનો સીધો હેતુ આ છે કે, કોઇપણ પરીક્ષામાં નિષ્ફળતા કોઇ પણ વિદ્યાર્થીના જીવનમાં પડકાર રૂપ ન બન્ો. કેન્દ્ર સરકાર દ્વારા નવા શૈક્ષણિક સત્ર (વર્ષ ૨૦૨૬-૨૭)માં સરકારી હાયર સ્ોકન્ડરી શાળાઓમાં ‘ઓપન એજ્યુકેશન (મુકત શિક્ષણ)ની વ્યવસ્થા કરી રહૃાું છે.
આ અંતર્ગત એક જ છત્રની નીચે સામાન્ય તથા ઓપન એજ્યુકેશન બન્ને સ્ોન્ટરોની શરૂઆત થશે. આ દૃરમ્યાન કોઇપણ બાળક સામાન્ય શિક્ષણમાં નિષ્ફળ જશે તો આ વિદ્યાર્થીન્ો ઓપન એજ્યુકેશન દ્વારા પાસ કરી શકાવની તક મળશે.
પરીક્ષામાં નિષ્ફળ જવાનો ડર દૃરેક વિદ્યાર્થીઓન્ો રહેતો હોય છે. વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ અધૂરો મુકે છે અને શાળામાંથી એલસી લઇ લે છે ત્ોના પાછળ આ કારણ મહત્વનું છે.
ઓપન સ્કૂલમાં પરીક્ષાઓ અગાઉ થતી હતી. પરંતુ બધાની સગવડ માટે આ વ્યવસ્થા પ્ાૂરતી ન હતી. આ વાત પણ જોવા મળી છે કે, મોટા ભાગના વિદ્યાર્થીઓ એક જ વર્ગમાં બ્ો વખત નાપાસ થાય તો કાયમી રીત્ો શાળામાંથી એલસી લઇ લે છે. અને શિક્ષણ લેવાનો ત્યાગ કરે છે. આથી ધોરણ પાંચ, આઠ અને ૧૦ પછી શિક્ષણ છોડવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે નવી શિક્ષણ નીતિમાં દૃેશમાં દૃરેક પંચાયત સ્તરે ઓપન એજ્યુકેશન સ્ોન્ટરની સ્થાપના કરવામાં આવશે. આ ઓપન એજ્યુકેશન સ્ોન્ટરના માધ્યમથી જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ફેલ થયા હોય અથવા જેમણે શિક્ષણ છોડી દૃીધું હોય ત્ોવા વિદ્યાર્થીઓન્ો પ્રવેશ આપી ત્યારબાદૃ જરૂરી શિક્ષણ આપી પરીક્ષામાંથી પાસ કરવામાં આવશે.
આ વ્યવસ્થામાં માત્ર એ વિદ્યાર્થીઓન્ો ફરીથી પરીક્ષા આપવાની રહેશે જેમાં વિદ્યાર્થી નાપાસ થયો હોય. આ વ્યવસ્થાથી વિદ્યાર્થીઓના પાસ થવાની ટકાવારીમાં વધારો થશે. પરંતુ ત્ોમના આત્મવિશ્ર્વાસમાં પણ વધારો થશે. આથી આશા રાખવામાં આવે છે કે, આ પ્રયાસથી દૃેશમાં માધ્યમિક સ્તર પર હાલમાં આશરે ૮.૨ ટકાનો ડ્રોપ આઉટ દૃરન્ો શૂન્ય તરફ લઇ જવાશે.
આ મામલે રાજ્યોની વાત કરવામાં આવે તો હાલમાં કેરળનું સરકારી શિક્ષણ મોડલ દૃેશ માટે સિમા ચિહન રૂપ બન્યું છે કેરળે માત્ર ૯૬ ટકા સાક્ષરતા દૃર પ્રાપ્ત કર્યો નથી પરંતુ ત્યાંનું સમાવેશી મોડલ દૃરેક વિદ્યાર્થીન્ો મુખ્ય પ્રવાહ સુધી જોડવામાં સફળ રહૃાું છે.
ભવિષ્યના પડકારોન્ો જોતા શિક્ષણ ક્ષેત્રમાં મોટા સુધારા કરવાની જરૂરિયાત છે ધોરણ ૬થી વ્યવસાયિક કૌશલ્યન્ો અનિવાર્ય કરવું જરૂરી છે. કારણ કે, શિક્ષણ માત્ર ડિગ્રી સુધી સિમિત ન રહે.
દૃૂર દૃૂરના ગ્રામ્ય વિસ્તારોમાં હાઇસ્પીડ ઇન્ટન્ોટ તથા એઆઇ આધારિત શિક્ષણ ઉપકરણો હોવા જરૂરી છે દૃરેક શાળામાં કાઉન્સીલરની નિમણૂંક કરવી જરૂરી છે આથી વિદ્યાર્થીઓ પરીક્ષાના તણાવથી મુકત રહી શકે.
ખાસ વાત આ છે કે, શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીન્ો માત્ર શિક્ષણ આપવું ત્ો પ્ાૂરતો નથી પરંતુ વિદ્યાર્થીન્ો સક્ષમ બનાવવાનો છે. ઓપન એજ્યુકેશનનો આ નવો અધ્યાય નિશ્ર્ચિત સ્વરૂપ્ો વિકસિત ભારતના નવા સંકલ્પન્ો સાકાર કરશે જ્યારે દૃેશનો દૃરેક બાળક શિક્ષિત થશે ત્યારે ભારત વૈશ્ર્વિકસ્તરે નોંધાપાત્ર પ્રગતિ કરી શકશે.
મુકત શિક્ષણ ઓપન એન્ડ ડીસ્ટન્સ લર્નિંગ પધ્ધતિ પર આધારિત છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકોન્ો શિક્ષણ આપવાનો છે જેઓ કોઇ કારણસર નિયમિત શિક્ષણ મેળવી શક્યા નથી.
જેમાં ખાસ કરીન્ો જેમણે અધ વચ્ચેથી અભ્યાસ છોડી દિૃધો હોય, નોકરી કે વ્યવસાય વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ, ગ્ાૃહિણી તથા શારીરિક રીત્ો નબળા વ્યક્તિઓનો સમાવેશ થાય છે.