Jai Hind

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન વિજયપત સિંધાનિયાનું નિધન

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન વિજયપત િંસઘાનિયાનું ૮૭ વર્ષની વયે નિધન થયું છે. તેમના પુત્ર ગૌતમ િંસઘાનિયાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી.ગૌતમ િંસઘાનિયાએ પોતાના મેસેજમાં લખ્યું છે કે તેમના પિતા એક દૃૂરંદૃેશી નેતા અને સમાજસેવી વ્યક્તિ હતા,જેમનો વારસો આવનારી પેઢીઓને પ્રેરિત કરતો રહેશે.
વિજયપત િંસઘાનિયા દૃેશની અગ્રણી ટેક્સટાઇલ કંપની રેમન્ડ ગ્રુપના પૂર્વ મેનેિંજગ ડિરેક્ટર રહૃાા છે. વિજયપત ૨૦૧૭થી જ પુત્ર ગૌતમ િંસઘાનિયા સાથે પરિવાર અને સંપત્તિ સંબંધિત વિવાદૃને કારણે ચર્ચામાં હતા.દૃેશ-વિદૃેશમાં પોતાની ઓળખ બનાવનાર કંપની રેમન્ડ આજે ફરી ચર્ચામાં આવી છે. ધાબળા વેચતી નાની ફેક્ટરીને રેમન્ડ જેવી બ્રાન્ડ બનાવનાર,રેમન્ડના સ્થાપક વિજયપત િંસઘાનિયાએ પોતાનું જીવન એક ભાડાના મકાનમાં વિતાવ્યું છે.