Jai Hind

ક્રુડતેલ વધીને ૧૧૫ ડોલર ઉપર પહોંચ્યુ;રૂપિયામાં રેકોર્ડ કડાકો: ડોલર સામે ગગડીને પ્રથમવાર ૯૫ને પાર

રૂપિયાને સ્થિર કરવા રિઝર્વ બેંકે નિયંત્રણો લાગુ કર્યા

મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધના કારણે આજે પણ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ધરખમ ઘટાડો થયો છે. આ ઉપરાંત ડૉલર સામે રૂપિયામાં પણ મોટો કડાકો નોંધાયો છે. સ્ટોક માર્કેટમાં ધરખમ ઘટાડો અને હ્લૈૈંં એટલે કે વિદૃેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલીના કારણે ડૉલર સામે રૂપિયો પ્રથમવાર ૯૫ને પાર પહોંચી ગયો છે. અમેરિકન ડૉલરના ઇન્ડિયન કરન્સી ૯૫.૧૪ના રૅકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયું છે.
મધ્ય પ્ાૂર્વમાં તણાવન્ો લઇન્ો ક્રુડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો હતો. બ્રેન્ટ ક્રુડ ૧૧૫ ડોલર પ્રતિ બ્ોરલ પહોંચ્યુ છે. જો હોર્મુઝ સ્ટ્રેટ સંપ્ાૂર્ણપણે બંધ થાય તો ક્રુડ ત્ોલના ભાવ ૨૦૦ ડોલર સુધી પહોંચવાની ચેતવણી અપાઈ છે.
રૅકોર્ડ કડાકા બાદૃ રૂપિયો એશિયાની સૌથી ખરાબ પ્રદૃર્શન કરનારું ચલણ બની ગયું છે. પહેલી જાન્યુઆરી-૨૦૨૬થી અત્યાર સુધીમાં ડૉલર સામે રૂપિયો ૪.૧ ટકા ગગડી ગયો છે. ભારતીય રિઝર્વ બૅક્ધે સટ્ટેબાજી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદ્યા હતા, જેના કારણે આજે ડૉલરના મુકાબલે રૂપિયે ૧૩૦ પૈસા વધીને ખુલ્યો હતો. તાજેતરના સપ્તાહોમાં ભારતીય રૂપિયો સતત નીચલા સ્તરે પહોંચી રહૃાો હતો, ત્યારે આરબીઆઇએ રૂપિયાને સ્થિર કરવા માટે ડૉલર પર ઑનશોર લૉન્ગ પોઝીશન મર્યાદિૃત કરી દૃીધી હતી.
નેશનલ સ્ટોક એક્સચેન્જ પર આજે અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.