Jai Hind

હવે પેટ્રોલ પંપ પર ગેસ સિલિન્ડર પણ મળશે

LPG સંકટ વચ્ચે સરકારનો નિર્ણય

ઈરાન અને અમેરિકાના વચ્ચેના સંઘર્ષને કારણે ભારતની ઓઈલ અને ગેસ આયાત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ છે. તેથી ઓઈલ અને ગેસ સંકટને ઉકેલવા માટે સરકારે છેલ્લા કેટલાક દિૃવસોમાં અનેક નિયમોમાં સુધારો કર્યો છે.
આ ફેરફારોમાં ન્ઁય્ સિલિન્ડરના દૃરોમાં ફેરફાર અને બુિંકગ સમયમર્યાદૃામાં ફેરફારથી લઈને પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો અને દૃાયકાઓથી મોટાભાગે ગાયબ થયેલ કેરોસીન પરત લાવવાનો પણ સમાવેશ થાય છે.
આ યુદ્ધ સમયની કટોકટી વચ્ચે ભારતમાં ઓઈલ અને ગેસ સંબંધિત અસંખ્ય નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે બીજો એક મોટો સુધારો સામે આવ્યો છે. હવે પેટ્રોલ પંપ પર ન્ઁય્ સિલિન્ડર પણ મળશે.રવિવારે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો કે રાશનની દૃુકાનો ઉપરાંત પેટ્રોલ પંપ પર કેરોસીન પણ મળશે. રાજ્ય સંચાલિત ઓઈલ કંપનીઓને તેમના પેટ્રોલ પંપ નેટવર્ક દ્વારા કેરોસીન વેચવાની પરવાનગી આપવામાં આવી હતી.