Jai Hind

દિલ્હી બોર્ડર પરથી પકડાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી

ભારતમાં મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ

સુરક્ષા એજન્સીઓએ દિૃલ્હી બોર્ડર પરથી લશ્કર-એ-તૈયબાના આતંકી શબ્બીર અહમદૃ લોનની ધરપકડ કરવામાં મોટી સફળતા મેળવી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ આતંકી બાંગ્લાદૃેશમાં રહીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ૈંજીૈંના ઈશારે લશ્કરનું નવું મોડ્યુલ તૈયાર કરી રહૃાો હતો. દિૃલ્હી પોલીસ અને સુરક્ષા દૃળોએ મળેલી ગુપ્ત માહિતીના આધારે જાળ બિછાવીને તેને દિૃલ્હી બોર્ડર પરથી દૃબોચી લીધો છે. તે ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવાના મિશન પર હતો. હાલ એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે કે દિૃલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તેના અન્ય કેટલા સાથીઓ છુપાયેલા છે.શબ્બીર અહમદૃ લોન સુરક્ષા એજન્સીઓ માટે નવું નામ નથી. આ અગાઉ વર્ષ ૨૦૦૭માં દિૃલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તેને છ-૪૭ અને ગ્રેનેડ જેવા ઘાતક હથિયારો સાથે પકડ્યો હતો. તે સમયે પણ તેના તાર સીધા હાફિઝ સઈદૃ સાથે જોડાયેલા હતા. આ ગુનામાં તે વર્ષ ૨૦૧૮ સુધી દિૃલ્હીની તિહાર જેલમાં સજા કાપી ચૂક્યો છે. જેલમાંથી બહાર આવ્યા બાદૃ તે ફરી સક્રિય થયો હતો અને બાંગ્લાદૃેશને પોતાનું નવું ઠેકાણું બનાવીને ભારત વિરોધી ઓપરેશન હેન્ડલ કરવા લાગ્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિૃવસોમાં દિૃલ્હી અને દૃક્ષિણ ભારતમાંથી લશ્કરના અન્ય મોડ્યુલનો પણ પર્દૃાફાશ કરવામાં આવ્યો હતો. આ મોડ્યુલે દિૃલ્હી અને કોલકાતામાં અનેક જગ્યાએ ભારત વિરોધી પોસ્ટરો પણ લગાવ્યા હતા.