હોર્મુઝ સંકટ અને વૈશ્ર્વિક ઊર્જા પુરવઠામાં આવેલા અવરોધો વચ્ચે ભારત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે કેરોસીન એટલે કે ઘાસલેટનો સપ્લાય સરળ બનાવવા માટે નિયમોમાં છૂટછાટ આપી છે.
આનો હેતુ એ છે કે જે વિસ્તારોમાં ગેસ કે વીજળીની અછત છે, ત્યાં લોકોને રસોઈ બનાવવા અને પ્રકાશ માટે તાત્કાલિક કેરોસીન મળી રહે.સરકારે જણાવ્યું કે પેટ્રોલિયમ સુરક્ષા અને લાયસન્સ સંબંધિત નિયમોમાં કામચલાઉ ધોરણે છૂટછાટ આપવામાં આવી છે. આનાથી ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદૃેશોમાં જરૂરિયાત મુજબ કેરોસીનનો પુરવઠો પૂરો પાડવામાં આવશે. ઈરાન યુદ્ધના કારણે વિશ્ર્વભરમાં ઊર્જા પુરવઠો પ્રભાવિત થઈ રહૃાો છે ત્યારે આ નિર્ણય લેવાયો છે. ભારત પણ તેની અસરોથી બચવા માટે ઉપાયો કરી રહૃાું છે.સરકારે નિયમિત ફાળવણી ઉપરાંત ૪૮,૦૦૦ કિલોલીટર કેરોસીન વધારાનું આપવાનો નિર્ણય કર્યો છે. આનાથી રાજ્યોને જરૂરિયાત મુજબ તાત્કાલિક સપ્લાય વધારવામાં મદૃદૃ મળશે.